દરેક માણસને કોઇ કોઇ પશુ સાથે લગાવ હોય છે પછી તે પાળેલૂ કૂતરું હોય કે પછી બિલાકી કે સસલું... જર્મનના એક એવા જ વ્યકિતને ગધેડાંને પાળવાનું મોંઘું પડી ગયુ. એક દિવસ ગધેડાને કારણે તેના માલિકને લાખોનું નુકસાન થઇ ગયું. વાસ્તવમાં એક વ્યકિતે પોતાની ઓરેન્જ કલરની મેકલારેન 650S સ્પાઇડર સુપર કાર જર્મનીના એક નાના પાર્કમાં ઉભી કરી દીધી હતી જેને આ ગધેડો ગાજર સમજીને ખાઇ ગયો.
વાત જાણે એમ છે કે વેસ્ટ-સેન્ટ્ર્લ જર્મનીમાં એક ગધેડો ઘાસ ખાતા ખાતા એક પાર્કમાં પાર્કિંગમાં પહોંચી ગયો હતો. અહીં એક વ્યક્તિની ઓરેન્જ કલરની મૈક્સલારેન 650S સ્પાઇડર સુપર કાર પાર્ક કરેલી હતી ત્યાં આ ગઘેડો ખોરાકની ફિરાકમાં હતો. જો કે ભૂખથી ટળવતો ગઘેડો અહીં પાર્ક કરેલી આ કારને ગાજર સમજી બેઠો હતો અને તેને ખાવા લાગ્યો હતો. જ્યારે 49 વર્ષિય માર્ક્સ નામનો વ્યકિત પોતાની આ કાર પાસે ગયો ત્યારે ગઘેડાની આ હરકતથી તે આશ્વર્યચકિત થઇ ગયો હતો. તેણે જોયું કે એક ગઘેડો તેની 2 કરોડ 38 લાખથી વધુની કિંમતની સ્પોર્ટ્સ કારને નુકસાન પહોંચાડી રહ્યો છે.
જો કે આ મામલે પોલીસનું કહેવું છે કે કારના રંગના કારણે ગઘેડો કદાચ છેતરાઇ ગયો હતો. તે કારને ગાજર સમજીને ખાવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. અલબત્ત આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે જર્મીની કોર્ટે આદેશ આપ્યો કે ગઘેડાના માલિકે કારની ભરપાઇ કરવા માટે સુપર કારના માલિકને 5000 પાઉન્ડ એટલે કે લગભગ 4 લાખ 37 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આમ ગઘેડાનું પાલન તેના માલિકને લાખો રૂપિયામાં પડ્યું હતું.