કેમ પાપડ વેચી રહ્યો છે રિતિક રોશન? સોશ્યલ મીડિયા પર ફોટોઝ વાયરલ

By : juhiparikh 03:26 PM, 21 February 2018 | Updated : 03:26 PM, 21 February 2018
બોલિવુડ એક્ટર રિતિક રોશન હંમેશા પોતાની એક્ટિંગમાં કંઇ નવું લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાના કેરેક્ટરને જસ્ટિસ આપવાનો સતત પ્રયાસ કરતો રહે છે. રિતિક ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સુપર 30'માં જોવા મળશે અને તેણે આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે તેણી કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોઝમાં રિતિક રસ્તાઓ પર પાપડ વેચતો જોવા મળી રહ્યો છે. રિતિક આ લૂકમાં એકદમ અલગ લાગી રહ્યો છે અને તેણે ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, અપકમિંગ ફિલ્મ 'સુપર 30' એક બાયોપિક છે અને આ ફિલ્મમાં રિતિક રોશન આનંદ કુમારના કેરેક્ટરમાં જોવા મળશે અને તેણે આનંદ જેવો લૂક મેળવવા માટે પણ ખૂબ જ પ્લે કરી છે. આ ફોટોઝ પરથી સ્પષ્ટ થાય છે કે, રિતિકે આ કેરેક્ટરને જસ્ટિસ આપવા માટે પોતાનો જીવ રેડી દીધો છે.  આ ફોટોઝમાં રિતિક પાપડ વેચી રહ્યો છે. સાઇકલ પર બેઠેલા રિતિકની પાછળ પાપડની ટોકરી છે અને તે જયપુરના રસ્તાઓ પર તેણે વેચી રહ્યો છે. 

આ સિવાય સોશ્યલ મીડિયા પર ફોટોઝની સાથે સાથે વીડિયોઝ પણ વાયરલ થયા છે જેમાં રિતિક રોશન ''5-5 રૂપિયામાં પાપડ લે લો.. ''બોલતો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઇએ કે, ફિલ્મની શૂટિંગ શરૂ થયા પહેલા જ આનંદે રિતિકનો આ લૂક જોયો હતો અને તે પણ ચોંકી ગયા હતા. આ પછી તેમણે એક પોસ્ટમાં લખ્યુ પણ, ''વિકાસ બહલની ફિલ્મ શરૂ થયા પહેલાના જ થોડા દિવસો પહેલા રિતિક રોશનનો લૂક જોવા મળ્યો અને આ જોઇને પણ હું ચોંકી ગયો.''

ઉલ્લેખનીય છે કે. ફિલ્મની વાર્તા ગણિતશાસ્ત્રીની આનંદ કુમારની છે. જેમણે 2002માં પટનામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેક્નોલોજીની પરીક્ષા માટે ગરીબ બાળકોને મદદ કરવા ‘સુપર 30’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ દ્વારા આનંદ એક પરીક્ષા લે છે જેમાં તે 30 બાળકોને પસંદ કરે છે. આ 30 બાળકોને તે એક વર્ષ સુધી ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેક્નોલોજીની પરીક્ષા માટે તૈયારી કરાવે છે અને એ દરમ્યાન તેમને તમામ સુવિધા પૂરી પાડે છે એથી વિકાસ બહલ આનંદકુમારની બાયોપિક બનાવી રહ્યો છે જેમાં રિતિક ગણીતશાસ્ત્રીનો રોલ ભજવી રહ્યો છે અને આ ફિલ્મમાં રિતિકની સાથે એક્ટ્રેસ મૃણલ ઠાકુર પણ જોવા મળશે.Recent Story

Popular Story