સુંદરતા વધારવાથી લઇને હેર સ્ટાઇલિંગ સુધી, Toothpasteનો આ રીતે કરો ઉપયોગ

By : juhiparikh 07:15 PM, 12 February 2018 | Updated : 07:15 PM, 12 February 2018
ટૂથપેસ્ટનો ઉપયોગ માત્ર દાંત સાફ કરવા માટે નહી, પરંતુ સ્કિન કેર માટે પણ કરી શકો છો. પિંપલથી લઇને ડાધ-ધબ્બા દૂર કરવા સુધી અને શરીરની દૂર્ગધ દૂર કરવાથી લઇને હેરસ્ટાઇલ બનાવવા સુધી ટૂથપેસ્ટ કારગર છે. જોકે તેનો ઉપયોગ કરવામાં રીત જાણવી જરૂરી છે. 

સ્કિન કેર માટે પસંદ કરો આવી ટૂથપેસ્ટ:
જો તમારી ત્વચાની રંગત નીખારવા માટે ટૂથપેસ્ટ ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો સફેદ રંગની ટૂથપેસ્ટ પસંદ કરો ન તો લાલ, લીલી અને વાદળી રંગની.. સફેદ રંગની ટૂથપેસ્ટમાં ટ્રાઇક્લોન, બેકિંગ સોડા અને હાઇડ્રોશન પરઑક્સાઇડ હોય છે જે પિંપલને ઠીક કરવા માટે સક્ષમ છે. 

વ્હાઇટનિંગ ટૂથપેસ્ટના ઉપયોગ ન કરો કેમકે તેમાં બ્લીચિંગ એજન્ટ હોય છે જેની ખરાબ અસર ત્વચા પર પડી શકે છે. આ વાતનો ખાસ ધ્યાન રાખો કે ટૂથપેસ્ટને પસંદ કરો જેમાં ફ્લોરાઇડની માત્રા ઓછી હોય.

સુંદરતા વધારવા માટે કરો આ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ:

પિંપલ્સ:
ફેસને ક્લિંઝરથી સાફ કર્યા પછી થોડી માત્રામાં ટૂથપેસ્ટ લઇને પિંપલ્સ પર લગાવો અને 15-20 મિનિટ પછી સૂકાઇ તે પછી ફેસને પાણીથી ધોઇ લો.

બ્લેકહેડ્સ:
ટૂથપેસ્ટમાં મીઠું અને ફૂદીનાને મિક્સ કરી મિક્સરમાં બ્લેન્ડ કરી લો અને બ્લેડહેડ્સ પર લગાવી લો, પાંચ મિનિટ સૂકાવા દઇને હલ્કા હાથથી મસાજ કરીને પાણીથી ધોઇ લો.

ગુલાબી હોઠ:
 ટૂથપેસ્ટને બ્રશમાં લગાવીને હોઠો પર હલ્કા હાથથી મસાજ કરો, હોઠ પર રહેલા ડેડ સેલ્ટ દૂર થશે અને તમારા હોઠ ગુલાબી થઇ જશે.

હેરસ્ટાઇલ:
હેરસ્ટાઇલ માટે તમે જેલવાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

દૂર્ગંધ:
જો તમારા હાથમાંથી કાંદા-લસણ સમારયાં પછી વાસ આવી રહી છે અથવા તો શરીરના કોઇ પણ ભાગમાંથી દૂર્ગંધ આવ્યા પછી, તો ત્યાં ટૂથપેસ્ટ લગાવીને પાણીથી ધોઇ લો.Recent Story

Popular Story