ધણી છોકરીઓને સ્ટ્રેઈટ વાળ પસંદ હોય છે. આવા વાળ કોઈપણ આઉટફિટ સાથે સારા લાગે છે. પરંતુ વાળ સ્ટ્રેઈટ કરાવવા તમારે પાર્લરમાં જઈ હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે પણ કુદરતી ઉપચારથી વાળ સ્ટ્રેઈટ કરી શકો છો. આ ઘરેલુ ઉપચારથી માત્ર 30 જ મિનિટમાં વાળ સ્ટ્રેઈટ થઈ જશે.
કોકોનેટ મિલ્ક વિથ નીંબૂ:
ચાર ચમચી કોકોનટ મિલ્ક અને એક મોટી સાઈઝનું લીંબુ લો. સૌથી પહેલા કોકોનટ મિલ્કમાં લીંબુનો રસ લઈને તેને બરાબર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને 2-3 કલાક ફ્રીઝમાં રાખી દો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઇ જાયતો ફ્રીઝમાંથી નીકાળી દો. આ પેસ્ટને બ્રશની મદદથી વાળ પર લગાવી દોત્યાર બાદ વાળને કાંસકાથી ઓળી લો. ત્યાર પછી ટુવાલને ગરમ પાણીમાં પલાળી કવર કરો. 30 મિનિટ પછી વાળ ધોઈ લો.
ઓલિવ ઑઇલ અને એલોવેરા:
અડધો કપ એલોવેરા જેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો. હળવા ગરમ પાણીમાં ટુવાલ ડુબાડી વાળ પર બાંધી લો. વાળને શેમ્પુ કરીને વાળ સહેજ ભીના હોય ત્યારે ઓળી લો.