ક્યાંય તમે તો નથી ખાઇ રહ્યા ને નકલી ઇંડા? માત્ર 2 મિનીટમાં આવી રીતે જાણો

By : krupamehta 04:11 PM, 07 December 2017 | Updated : 04:11 PM, 07 December 2017
માર્કેટમાં નકલી ઇંડા વેચાવવાની વાત ઘણી વખત સામે આવી ચૂકી છેય થોડાક સમય પહેલા કલકત્તામાં આવો એક કેસ સામે આવ્યો હતો. એમાં આર્ટિફિશિયલ ઇંડા વેચવા પર એક શોપકીપરને પોલીસે ધરપકડ કરી હતી.

એવામાં તમારે પણ નકવલી ઇંડાને લઇને એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે આ ફાયદો નહીં પરંતુ તમને નુકસાન પહોંચાડે છે.  આજે અમે તમને કેટલીક એવી કોમન વાતો જણાવવા જઇ રહ્યા છીએ. એમાં અમુક હદ સુધી તમે જાણી શકશો કે તમે જે ઇંડા ખાઇ રહ્યા છો એ અસલી છે કે નકલી.
 • રીયલ ઇંડાની છાલ ખૂબ જ શાઇની હોતી નથી. જ્યારે નકલી ઇંડાની છાલ એકદમ બ્રાઇટ અને શાઇની હોય છે. 
   
 • રીયલ ઇંડાની છાલને ટચ કરવા પર સરફેસ સ્મૂથ લાગશે. જ્યારે નકલી ઇંડાની સરફેસ થોડી રફ હશે. 
   
 • અસલી ઇંડાને હલાવશો તો કોઇ અવાજ આવશે નહીં. જ્યારે નકલી ઇંડાને હલાવવા પર અંદર કંઇક હલતું હોય એવો અવાજ આવશે. 
   
 • રીયલ ઇંડાને છોલવા પર યોક અલગ નજર આવશે. નકલી ઇંડામાં યોક અને વ્હાઇટ ફ્લૂઇડ મિક્સ જોવા મળશે.   
   
 • નકલી ઇંડાની છાલ ખૂબ જ જલ્દી આગ પકડે છે અને એમના સળગવા પર પ્લાસ્ટિક સળગે એવી સ્મેલ આવે છે. Recent Story

Popular Story