જાણો, કેટલા દિવસ સુધી પોતાના દેશનો ખર્ચ ઊઠાવી શકે છે મુકેશ અંબાણી

By : krupamehta 08:13 PM, 13 February 2018 | Updated : 08:13 PM, 13 February 2018
નવી દિલ્હી: જો કોઇ દેશના સૌથી અમીર વ્યક્તિને પોતાનો દેશ ચલાવવો પડે તો એ એમની સંપત્તિથી આવું કેટલા દિવસ સુધી કરી શકે છે? તે માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ સર્વેના આંકડા બહાર આવ્યા છે. આ લિસ્ટમાં 49 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે એ દેશના ખર્ચા અને ત્યાંના સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ પણ લખવામાં આવી છે. લિસ્ટ પર ધ્યાન આપીએ તો ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 40.3 અરબ ડોલરની સંપત્તિની સાથે 20 દિવસ સુધી સરકારનો ખર્ચ ઊઠાવી શકે છે. 

49 વ્યક્તિઓના આ લિસ્ટમાં 4 મહિલાઓ પણ છે. જે અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચિલી અને નીધરલેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લિસ્ટમાં કોઇ પણ દેશની સરકારના ખર્ચા અને ત્યાંના સૌથી અમીર વ્યક્તિની કુલ સંપત્તિની સરખામણી કરવામાં આવી. આ લિસ્ટમાં સૌથી વધારે સંપત્તિ વાળા જેફ બેજોસ પોતાના દેશો 5 દિવસ સુધી ખર્ચ ઊઠાવી શકે છે. 

કલ્પના કરો જો સરકાર અચાનકથી સંસાધનરહિત થઇ જાય અને એવી સ્થિતિમાં દેશના સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ સરકારને દાન કરી દેવામાં આવે તો કેટલા દિવસ સુધી સરકારનો ખર્ચ ચાલી શકે છે. આ લિસ્ટમાં એક નામ સાઇપરસ નામના નાના દેશનું પણ છે. ત્યાંના સૌથી અમીર વ્યક્તિ જોન ફ્રેડ્રિકસેન પોતાની 10 બિલિયન ડોલરની કુલ સંપત્તિની સાથે 1 વર્ષથી વધારે સમય સુધી પોતાના દેશનો ખર્ચ ઊઠાવી શકે છે. 

આ લિસ્ટમાં જે દેશોની સરકારોને ચલાવવી સૌથી મોંઘું રહેશે એમાં જાપાન, પોલેન્ડ, અમેરિકા અને ચીન પણ છે. ચીનના જેકમાં 45.5 અરબ ડોલરની સંપત્તિની સાથે પોતાના દેશનું ફંડિંગ માત્ર 4 દિવસ સુધી કરી શકે છે. Recent Story

Popular Story