ગુજરાત નજીક આવેલ આ સ્થળે મુર્તિ આરોગે છે પ્રસાદ,વાંદર આપે છે આશિર્વાદ, જાણો ક્યાં.?

By : kavan 05:14 PM, 13 November 2017 | Updated : 05:21 PM, 13 November 2017
રાજસ્થાનમાં એવા કેટલાય મંદિરો આવેલા છે જ્યા હંમેશા ભક્તોની ભીડ સતત જોવા મળે છે પણ રાજસ્થાના અજમેર નજીક આવેલ બજરંગગઢ નજીક આવેલ હનુમાન મંદિર આવેલ છે.

આ મંદિર અજમેર આનાસાગર નદી નજીક પહાડ પર આવેલ આ જગ્યા લોકોમાં ખુબ જાણીતી બનેલી છે. આ જગ્યા એકદમ નૈસર્ગિક અને આધ્યાત્મિક વાતાવરણમાં આવેલ છે. આ જગ્યાએ શનિવારે મોટી સંખ્યામં ભક્તોની ભીડ ઉમટી પડી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન સ્થળપર હનુમાનજીની વિશાળ મુર્તિ આવેલી છે જેનું મુખ ખુલેલુ જોવા મળે છે. એક લોકમાન્યતા મુજબ આ મુર્તિના મુખમા જે પ્રસાદ મુકવામાં આવે તે સીધો જ હનુમાનજી સુધી પહોંચે છે.
 
આ જગ્યામાં રામુ નામનો એક વાનર પણ એક વિશેષતા છે. આ વાનર છેલ્લા કેટલાક સમયથી આ મંદિરમાં જ રહે છે. આ વાનર દરરોજ પોતાના પગ ધોવડાવે છે અને તિલક પણ કરાવે છે. આ વાનર હનુમાનજીની રોજ પુજા પણ કરે છે અને દરેક લોકોને આશિર્વાદ પણ આપે છે.

રામુ મંદિરના ચોકીદાર ઓમકાર સિંહની ખુબ નજીક છે. આ ચોકીદારના જણાવ્યાનુસાર રામુ 7 વર્ષ પહેલા અહીં આવ્યો હતો ત્યારે તે બીમાર હતો ત્યારે અમે લોકોએ સેવા કરી અને સમય જતાં રામુ સાથે વધુ નિકટતા વધી ગઇ.

મંદિરના પુજારીના જણાવ્યા મુજબ રામુ ખરેખર બાલાજીનો અવતાર છે અને આ સ્થળે આવતા દરેક લોકો રામુ પાસેથી આશિર્વાદ મેળવે છે અને લોકો ધન્યતા અનુભવે છે. Recent Story

Popular Story