હાર્દિક વીડિયો મામલો, વડોદરામાં પાટીદાર વિદ્યાર્થીઓએ હાર્દિકના સમર્થનમાં દેખાવો કર્યા

By : KiranMehta 09:24 PM, 14 November 2017 | Updated : 09:24 PM, 14 November 2017
પાસ નેતા હાર્દિક પટેલને સંડોવતો કથિત આપત્તિજનક વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમી ભૂકંપ સર્જાયો છે. હાર્દિક વિરોધી પક્ષો હાર્દિક પર આ મામલે પ્રહાર કરવામાં વ્યસ્ત છે ત્યારે વડોદરામાં હાર્દિક પટેલના સમર્થનમાં દેખાવો યોજાયા હતા. 

MSયુનિવર્સિટીમાં પાટીદાર વિદ્યાર્થીઓએ હાર્દિકના સમર્થનમાં દેખાવો યોજ્યા હતા. વિદ્યાર્થીઓએ CDઓ સળગાવી હતી એટલું જ નહીં આ ઘટનાને હાર્દિકને બદનામ કરવાનો ભાજપનો પ્રયાસ ગણાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનો બીજે આપત્તિજનક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં હાર્દિક પટેલ અને અન્ય બે યુવાન એક યુવતી સાથે દેખાય છે. આ વીડિયોને લઈ પાટીદાર સમાજમાં ભૂકંપ જેવું વાતાવરણ સર્જાયું છે. હાર્દિકના સમર્થકો ઠેર ઠેર આ વીડિયોને ખોટો ગણાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, VTV ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.Recent Story

Popular Story