મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો,કરા સાથે પડ્યો વરસાદ

By : kavan 06:28 PM, 13 February 2018 | Updated : 06:28 PM, 13 February 2018
મુંબઇ:ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે.ત્યારે મહારાષ્ટ્રમાં પણ મોસમ બદલાયું છે.મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં પણ વરસાદ સાથે કરા પડયા હતા.જેના કારણે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

જાલના સહિત ધનસાવંગી,મંઠા સહિત અન્ય કેટલાક સ્થળોએ કરા પડયા હતા.જેના કારણે કેરી,મોસંબી,દ્રાક્ષ,ડુંગળી સહિતની ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.તો વાવાઝોડા સાથે કરા પડતા કેટલાક વિસ્તારોમાં સોલાર પેનલમાં પણ નુકસાન પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં આવેલ અચાનકને પરિવર્તનને કારણે ખેડુતો પણ હેરાન-પરેશાન થઇ ગયા હતા.ઉત્તર ભારતમાં ફરીવાર હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં પણ આ વાતાવરણની અસર જોવા મળી હતી.અને ઠંડીના ચમકારામાં વધારો થતાં ફરીવાર લોકો ગરમ કપડા પહેરીને ફરતા જોવા મળ્યા હતા.આ વરસાદને પગલે 2 લોકોના મોત થયાના પણ સમાચાર સામે આવેલ છે.Recent Story

Popular Story