શું તમે પણ અંધારામાં કરો છો Smartphone ઉપયોગ, જાણી લો એની Side Effects

By : krupamehta 03:49 PM, 12 November 2017 | Updated : 03:49 PM, 12 November 2017
બાળકોથી લઇને વૃદ્ધો સુધીના હાથમાં સ્માર્ટફોન સામાન્ય રીતે જોવા મળ્યો છે. કેટલાક લોકો મોડી રાત સુધી પણ અંધરામાં પણ એનો ઉપયોગ કરે છે. જો તમે પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તરત આ આદતને છોડી દો. એનાથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. હાલમાં જ એક સંશોધનમાં મળી આવ્યું છે કે જો આપણે દરરોજ 30 મિનીટ પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી આંખો ડ્રાઇ થાય છે જેનાથી રેટિના પર ખરાબ અસર પડે છે અને આંખોની રોશની ઓછી થવા લાગી છે. 

અંધારામાં સ્માર્ટફોન ઉપયોગ કરવાની સાઇડ ઇફેક્ટ

- રાતે મોડા સુધી ટેબલેટ અથવા મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોમાં રેડનેસ અથવા ડ્રાઇનેસની પ્રોબ્લેમ થઇ શકે છે. 

- રાતે સૂતા પહેલા મોબાઇલનો ઉપયોગ કરવાથી ઊંઘમાં કમી આવવા લાગે છે. હકીકતમાં, એનાથી રાતમાં મોબાઇલનો યૂઝ કરવાથી મેલાટોનિન હોર્મોનનું લેવલ ઓછું થવા લાગે છે જેનાથી ઊંઘ પૂરી થતી નથી. 

- જો તમે તમારી જાતને તણાવગ્રસ્ત મહેસૂસ કરો છો તો આજે જ આ આદતને છોડી દો. બોડીમાં મેલાટોનિન હોર્મોન વધવાથી તણાવ વધે છે. 

- મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ઊંઘ પૂરી થતી નથી, જેના કારણે તમે દિવસભર થાક મહેસૂસ કરો છો. 

- અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી બ્રેન સુધી સિગ્નલ લઇ જનારી ઓપ્ટિક તંત્રિકા પર ખરાબ અસર પડે છે, જેને ગ્લૂકોમાં એટલે કે કાળા મોતિયાની સમસ્યા થઇ શકે છે. Recent Story

Popular Story