ચલો માણસા, મંજૂરી મળી, બતાવી દઈએ તાકાત: હાર્દિક પટેલ

By : KiranMehta 10:59 PM, 17 November 2017 | Updated : 11:04 PM, 17 November 2017
સીડી કાંડ બાદ વિવાદમાં આવેલા પાસ કન્વીનર હાર્દિક પટેલને માણાસામાં સભા સંબોધવા મળી મંજૂરી. હાર્દિક પેટેલ ખુદ આ વાત ટ્વિટ કરતા લોકોને માણસા આવવા અપિલ પણ કરી છે. હાર્દિકે ટ્વીટમાં લખ્યું છે કે ચાલો માણસા, મળી ગઈ મંજૂરી. હાર્દિકે વધુમાં કહ્યું કે બતાવી દો જનતા તાકાત ગુજરાતની. 
  • PAAS કન્વીનર હાર્દિક પટેલનો દાવો 
  • માણાસા સભાને મંજૂરી મળી હોવાનો હાર્દિક પટેલનો દાવો
  • હાર્દિક પટેલે ટ્વીટ કરી લોકોને માણસા આવવા કરી અપીલ
  • હાર્દિક પટેલે ટ્વીટ કરી લોકોને માણસા આવવા કરી અપીલ
  • ચલો માણસા, મંજૂરી મળેલ છેઃ હાર્દિક પટેલ
  • બતાવી દો તાકાત ગુજરાતની જનતાઃ હાર્દિક પટેલ 
  • હવે તો જોશ છે, આક્રોશ છે અમારા અધિકાર માટેનોઃ હાર્દિક પટેલ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેવામાં હાર્દિક પટેલ ભાજપને કોઈ પણ હિસાબે હરાવવાની કવાયત હાથ ધરી છે. હાર્દિક પટેલ પાટીદારને અનામત મળે તે મુદ્દે પાસના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યો છે. ચૂંટણી નજીક હોવાના સમયે જ હાર્દિક પટેલની કથિત CD વાયરલ થઈ છે. જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ મુદ્દે હાર્દિક પટેલ ખુલાસો કરે.  Recent Story

Popular Story