હાર્દિક પટેલનો ગોહિલવાડમાં હુંકાર, કહ્યું- ભાજપને હરાવવા કોંગ્રેસી થવું પડશે

By : HirenJoshi 12:57 PM, 07 December 2017 | Updated : 01:39 PM, 07 December 2017
ભાવનગરઃ આજે સાંજે 5 કલાકે પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા હાર્દિક પટેલે ભાવનગરમાં જનસંકલ્પ સભા યોજી હતી. તેમણે કહ્યું કે, "આપણા સમાજના પ્રશ્નો જે વિધાનસભામાં રાખે તેવા નેતાની જરૂર છે.

આપણે ભાજપના વિરોધી છીએ, છુપાવતા નથી. દરેક સમાજની હાલત અત્યારે કફોડી બની છે. વિકાસનો જન્મ જ નથી થયો. કોળી સમાજનો એક દિકરો બતાવો જે પોલીસમાં હોય, કેમ કોળી સમાજના લોકોને સરકારી નોકરી મળતી નથી.મારી માતાએ મને લડવા માટે જન્મ આપ્યો છે. ભાજપને હરાવવી હશે તો કોંગ્રેસી થવું પડશે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા રાજ્યભરમાં સભાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે હાર્દિક પટેલે ભાવનગરમાં સભા સંબોધી હતી. આ સભામાં પાટીદારો અને ક્ષત્રિય સભાના લોકો મંચ પર એક સાથે જોવા મળ્યા હતા. આ સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ સભામાં હાર્દિક પટેલે કહ્યુ કે, એક્ઝિટ પોલ ગમે તે કહે પરંતુ ભાજપની 80થી વધુ બેઠકો આવવાની નથી. ત્યાર બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, ભાજપ દ્વારા રાજ્યમાં ભાગલા પાડવામાં આવ્યા છે. ભાજપે લોકોના ભાગલા પાડયા છે. ત્યારબાદ હાર્દિકે કહ્યુ કે, ઘરમાં એસી ન હોય તો ચાલે પણ ચોખા હોવા જોઈએ તેમ કહીને ખેડૂતોની વાત રજૂ કરી હતી. હાર્દિક પેટેલે ભાવનગરમાં મોઘવારીના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યો હતો.
 Recent Story

Popular Story