હાર્દિક પટેલની Vtv સાથે ખાસ વાતચીત, ઓપિનિયન પોલને લઇ કહ્યું કંઇક આવું...

By : HirenJoshi 12:18 PM, 07 December 2017 | Updated : 12:18 PM, 07 December 2017
ભાવનગર: આજે હાર્દિક પટેલ ગોહિલાવાડ ગજવશે. ત્યારે તેમની Vtv સાથે ખાસ મુલાકાત થઇ હતી. જેમાં તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અહંકારી અને ઘમંડીઓને પરાજીત કરવા ગુજરાતની જનતા મત આપજો. ખોટા લોકોને દુર કરવાનું કરજો. 

આજે ભાવનગરમાં સભા કરવા આવેલ હાર્દિક પટેલે Vtv સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. સાથે કહ્યું કે, ગુજરાતના યુવાનો ખેડૂતો માટે મત કરજો. આજે છેલ્લી સભા ભાવનગરમાં એટલા માટે કરીએ છીએ કારણે કે, દેશને એકજૂટ કરવા સૌપ્રથમ અહીંથી હુંકાર થયો હતો હવે ગુજરાતને એકજૂટ કરવા પણ અમે અહીંથી સભા કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, આજે ભાવનગરમાં બે દિગ્ગજો વચ્ચે ટક્કર થઇ શકે છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રોડ શો યોજવાના છે. જ્યારે હાર્દિક પટેલ સભા યોજવાના છે. બન્ને દિગ્ગજો એક સાથે અને એક જ શહેરમાં હોવાથી રાજકીય ગરમાવો સર્જાયો છે.Recent Story

Popular Story