નવા વર્ષ 2018ને આવકારવા ઠેર-ઠેર આતશબાજી શરૂ થઇ ગઇ છે ત્યારે વિશ્વના અલગ-અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી વિવિધ રીતે કરે છે તેની કેટલીક તસ્વીરો તમને રોમાંચિત કરી દેશે.
નવા વર્ષને આવકારવા સિડની શહેર સાતરંગોથી સજાવાયું છે.ખાસ કરીને ઓપેરા હાઉસ રંગબેરંગી લાઇટોથી ઝળહળી રહ્યું છે.
બ્રાઝિલની આ ઇમારતને 50 હજાર ફુગ્ગાઓથી સજાવવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણી કરવા સમગ્ર વિશ્વ થનગની રહ્યું છે ત્યારે બ્રિટનના લોકો હાથમાં મિશાલ લઇને નવ વર્ષને આવકારવા સજ્જ થયાં છે.
જર્મનીમાં પણ ઠેર-ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને આ દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
મેક્સિકો શહેરમાં રહેલી તમામ ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું છે.
મેક્સિકન લોકોએ અવનવા રૂપ ધારણ કરીને નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી હતી.