મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેલા ગ્વાલિયર કિલ્લાની સ્થાપના 8મી સદીમાં થયુ હતુ. આશરે 3 ચોરસ કિલોમીટરનાં વિસ્તારમાં આ કિલ્લો ફેલાયેલો છે. કિલ્લાની ઉંચાઇ 35 ફુટ છે. આ કિલ્લો મધ્યકાલીન સ્થાપત્યનું અદભુત નમુનો છે. આ કિલ્લો ગ્વાલિયર શહેરના અગત્યના સ્મારકોમાં સ્થાન ધરાવે છે. ગ્વાલિયર ફોર્ટ તરીકે જાણીતા બનેલ આ કિલ્લો ગોપાંચલ નામના એક પહાડ પર આવેલ છે. આ કિલ્લામાં અન્ય પણ ઐતિહાસિક સ્મારકો જેવા કે બુધ્ધ અને જૈન મંદિર ગુઝારી મહેલ માનસિંહ મહેલ જહાંગીર મહેલ કરણ મહેલ પણ આવેલ છે.
ગ્વાલિયર કિલ્લા પર પહોંચવા માટે ખાસ 2 રસ્તા છે. તેમાંથી એક ગ્વાલિયર ગેટ તરીકે ઓળખાણ પામેલ છે. આ રસ્તેથી ગ્વાલિયર ફોર્ટ સુધી પહોંચવા ચાલતા જઇ શકાય છે. બીજો રસ્તો ઉરવીઇ ગેટ તરીકે જાણીતો છે જ્યાંથી વાહન દ્વારા ગ્વાલિયર ફોર્ટ પહોંચી શકાય છે. મધ્ય પ્રદેશનાં ગ્વાલિયર ખાતે આવેલ આ કિલ્લો 350 ફુટની ઉંચાઇ પર આવેલ છે. ગ્વાલિયર ફોર્ટનો મુખ્ય પ્રવેશ દ્વાર હાથી પુલ તરીકે ઓળખાય છે.
દિવાળીનું વેકેશન પડી રહ્યુ છે ત્યારે પરીવારજનો સાથે આ સ્થળની મુલાકાત લેવાથી તે યાદગાર બની રહેશે. મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આવેલ ગ્વાલિયર ફોર્ટને જોવા માંટે મોટી સંખ્યાં દેશમાંથી અને વિદેશમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે.