લોલમલોલ...! 2000થી વધુ સ્કૂલોએ ધો.10 અને 12 બોર્ડના ફોર્મ ભરવામાં કર્યા છબરડા

By : kavan 10:01 PM, 12 February 2018 | Updated : 10:01 PM, 12 February 2018
ગાંધીનગર:રાજ્યની બે હજારથી પણ વધુ સ્કૂલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મમાં છબરડા કર્યા હોવાનું બહાર આવ્યું છે.ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ,સરનામા,અટક,વિષય અને સ્કૂલના ખોટા નામો લખાયેલા હોવાનું ચકાસણીમાં બહાર આવતા બોર્ડે સુધારો કરવો પડયો છે.

બોર્ડના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે,બોર્ડની પરીક્ષાના ફોર્મ સ્કૂલો દ્વારા ભરવામાં આવે છે.એક સાથે 100થી 200 ફોર્મ ભરાતા હોય ત્યારે સામાન્ય ભૂલો થતી હોય છે.પરંતુ બોર્ડની પરીક્ષાના કારણે બોર્ડ દ્વારા તેની પૂરતી ચકાસણી કરાય છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્કૂલોએ વિષયોમાં ઘણી ભૂલો કરી છે. જેને સુધારવામાં આવી છે. 1773 સ્કૂલે ફોર્મ ભરવામાં ભૂલો કરી હતી. જ્યારે ધો. 12 કોમર્સ અને સાયન્સમાં 300 સ્કૂલે ભૂલો કરી હતી.જેમાં સુધારા માટે સ્કૂલોને બે તબક્કામાં બોલાવામાં આવી હતી.  Recent Story

Popular Story