આવતીકાલે રજૂ થશે ગુજરાતનું બજેટ,સૌની નજર મંડરાયેલી

By : kavan 08:35 PM, 19 February 2018 | Updated : 08:45 PM, 19 February 2018
ગાંધીનગર:આવતીકાલે મંગળવારે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસે છે.વિધાનસભાના બીજા દિવસે ગૃહ 12 વાગ્યા આસપાસ શરૂ થશે.

જેમાં શરૂઆતના તબક્કામાં એક કલાક સુધી ગૃહમાં પ્રશ્નોતરી ચાલશે જેમાં મુખ્યમંત્રીના સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ,શહેરી વિકાસ,બંદરો,  ખાણ-ખનીજ તેમજ ક્લાયમેટ ચેન્જ જેવા મુદે ચર્ચા કરવામાં આવશે.

તો બીજી બાજુ પોલીસ હાઉસિંગ,બોર્ડર સિક્યુરિટી,સિવિલ ડિફેન્સ જેલ,અને નશાબંધી પર પણ ચર્ચા કરવામાં આવશે.એક કલાકની ચર્ચા બાદ નાણાં પ્રધાન નીતિન પટેલ દ્વાર ગૃહમાં વર્ષ 2017-18ના વર્ષ માટેના ખર્ચ પૂરકપત્રકની રજૂવાત કરવામાં આવશે અને ત્યારબાદ નાણાં પ્રધાન વર્ષ 2018-19 નું અંદાજપત્ર રજૂ કરશે જેથી સૌ કોઈ ગુજરાતીઓની નજર બજેટ કાર્યવાહી પર મંડાયેલી રહેશે.Recent Story

Popular Story