ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. શહેર પોલીસને મળેલા ધમકી ભર્યા પત્રથી પોલીસતંત્ર ચોંકી ઊઠયું છે. ધમકીભર્યા પત્રના સંદર્ભમાં તપાસ અર્થે પોલીસ બોંબસ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે રેલવે સ્ટેશને પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
શહેર પોલીસને મળ્યો નનામો પત્ર
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ રેલ્વે સ્ટેશને પહોંચી
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ દર્યા બાદ આ એક અફવા સાબિત થઈ છે. પોલીસ તપાસમાં કંઈ વાધાજનક વસ્તુ મળી આવી નથી. પોલીસને કોણે પત્ર લખ્યો તે મુદ્દે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આઈબી દ્વારા આતંકી હુમલાની આશંકા દર્શાવવામાં આવી છે. જેથી ગુજરાતનું સુરક્ષા તંત્ર હાલમાં સાબદુ બન્યું છે. આ પહેલા પણ કેટલાક ટીખળખોળો દ્વારા નનામા પત્ર લખી વાતાવરણ બગાડવાના કાવતરા રચવામાં આવેલા છે. પરંતુ ચૂંટણી નજીક હોવાથી પોલીસ તંત્રએ આતંકી હુમલાના પત્રને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે.