હાર્દિક પરના રાજદ્રોહ કેસ અંગે સરકારે તોડ્યું મૌન, જાણો શું કહ્યું નીતિન પટેલે...

By : HirenJoshi 04:12 PM, 12 October 2017 | Updated : 04:16 PM, 12 October 2017
અમદાવાદઃ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચાના મામલે સરકારે નિવેદન આપ્યું છે. પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચાશે પરંતુ હાર્દિક પટેલ પરનો કેસ પરત ખેંચવા કોઇ નિર્ણય લેવાયો નથી.

જેમાં હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહના કેસ અંગે અલગથી નિર્ણય લેવામાં આવશે. હાર્દિક પરનો કેસ પરત ખેંચવા કોઇ નિર્ણય લેવાયો નથી. હાર્દિક પટેલ સિવાય તમામ કેસ પાછા ખેંચાશે. 

પાટીદારો સામે કેસ પરત ખેંચવા મામલે સરકારે નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગઇકાલ સુધીમાં વધુમાં 136 કેસ પાછા ખેંચવામાં આવશે. આ અગાઉ 110 કેસ પાછા ખેચાઇ ચુક્યા છે. આમ, 235 કેસ સરકારે પાછા ખેંચ્યા છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, પાટીદારોના કેસો સામે રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરશે. જ્યારે રેલવેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે. પત્ર લખીને કેસ પાછા ખેંચવા અરજી કરવામાં આવી છે. આંદોલન પછીના કેસ એકત્રિત કરવાની કાર્યવાહી થઇ રહી છે. 42 કેસ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયા ચાલી રહી છે. મોટા અને ગંભીર કેસ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે.Recent Story

Popular Story