28 ફેબ્રુઆરી પહેલાં કરો આ કામ નહીં તો થશે....

By : kavan 04:05 PM, 20 February 2018 | Updated : 04:30 PM, 20 February 2018
જો તમે હજી સુધી તમારી કારમાં GPS ના લગાવેલ હોય તો થઇ જાવ સાવધાન.આ માસની 28 તારીખ સુધીમાં GPS લગાડવું ફરજીયાત બનાવવામાં આવેલ છે.તો જાણી લો કેવી રીતે લગાવશો GPS અને ન લગાવવાથી કેટલું ભોગવવું પડશે પરિણામ....

ઉલ્લેખનીય છે કે સાર્વજનિક વાહનોમાં GPS લગાડવાની સમય મર્યાદા વધારવામાં આવેલ છે.હવે વાહન માલિકોએ 28 ફેબ્રુઆરી સુધીમાં GPS લગાડવું પડશે.આ લગાડવા પાછળનો ઉદ્દેશ પરિવહન વિભાગ જે-તે વાહનની ગતિને માપી શકે.વિભાગની આ સુચના બાદ 40 % વાહન ધારકોએ GPS લગાવેલ છે.

દિલ્હી પરિવહન વિભાગ દ્વારા પહેલા 15 ફેબ્રુઆરી સુધીની અવધિ આપવામાં આવી હતી જે વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવેલ છે.GPS ચાલુ કરાવવામાં રિક્ષાચાલકો સૌથી વધુ રસ લઇ રહ્યા છે.પરિવહન વિભાગના જણાવ્યા પ્રમાણે જે વાહન ચાલકો GPS નહીં લગાવે તેની સામે 1 માર્ચથી કાર્યવાહી કરવામાં આવશે અને 5000 સુધીનો દંડ પર અને તેની વાહન પરમિટ રદ્દ કરવાની પણ જોગવાઇ કરવામાં આવેલ છે.

આપને જણાવી દઇએ કે દિલ્હીમાં 90,863 માંથી 49,330 વાહનોમાં GPS લગાવવામાં આવેલ છે.આ સાથે 4269 કેબ પૈકી 527માં GPS લગાડવામાં આવેલ છે. Recent Story

Popular Story