ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે માઠા સમાચાર : ખરીદ વેચાણ થશે મોંઘું

By : krutarth 05:02 PM, 12 October 2017 | Updated : 06:05 PM, 12 October 2017
નવી દિલ્હી : ટુંક જ સમયમાં ઘર ખરીદવુ અને વેચવું વધારે મુશ્કેલ થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીનાં સંકેતો અુસાર રિયલ એસ્ટેટ સેક્ટરને સરકાર સંપુર્ણ રીતે જીએશટીનાં વર્તુળમાં લાવવા માંગે છે. હાલ બિલ્ડર દ્વારા વેચવામાં આવેલા ઘર પર જીએસટી આપે છે, જેના પર તેમને ઇનપુટ ટેક્સ  ક્રેડિટનો લાભ મળે છે. જો કે જો કોઇ બે વ્યક્તિ તેમાં ડીલ કરે છે તો તેઓ હાલ જીએસટીનાં વર્તુળમાં નથી આવતું. હવે સરકાર તે અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. 

નાણા મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું રિયલ એસ્ટેટ એક એવું ક્ષેત્ર છે જ્યાં સૌથી વધારે ટેક્સની ચોરી થાય છે એટલા માટે તેને જીએશટીનાં વ્રતુળમાં લાવવાનો મજબુત આધાર છે. જેટલીએ હાવર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે તેઓ આ મુદ્દે ગુવાહાટીમાં 9 નવેમ્બરે યોજનાર જીએસટીની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

જેટલીએ ભારતમાં કર સુધારા અંગે વાર્ષિક મહિંદ્રા વ્યાખ્યાનમાં કહ્યું કે, ભારતમાં રિયલ એસ્ટેટ એક એવું ક્ષેત્ર છે જ્યાં સૌથી વધારે કર ચોરી અને રોકડ પેદા થાય છે અને તેઓ હજી પણ જીએસટીની બહાર છે. કેટલાક રાજ્ય તેના પર જોર આપી રહ્યા છે. મારૂ વ્યક્તિગત્ત રીતે માનવું છે કે જીએસટીને રિયલ એસ્ટેટનાં વર્તુળમાં લાવવાનો મજબુત આધાર છે. 

બોસ્ટનમાં હાવર્ડ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સાથે જેટલીએ કહ્યું કે, આજે વૈશ્વિક વિકાસની દિશા બદલી ગઇ છે. એવામાં બેંકિંગ સંબંધિત પરિસ્થિતીને પહોંચી વળવા માટેવાસ્તવિક યોજનાને અમલમાં લાવવા અંગે કામ કરી રહ્યા છીએ. અમે બેંકિંગ ક્ષમતા પર પુનર્વિચાર કરવું પડશે. એક સવાલનાં જવાબમાં જેટલીએ ખાનગી ક્ષેત્રનો વિકાસ નહી થવા અંગેની અટકળોને પણ ફગાવી દીધી હતી. Recent Story

Popular Story