મંગળ ગ્રહ પર ફરવા જવાનું કે મંગળ ગ્રહને જોવાનું સ્વપ્ન હવે સરળતાથી પુરૂ થશે. હા આ હકીકત છે આ સ્વપ્ન ઘરે બેઠા જ આ સ્વપ્ન સાકાર કરી શકાશે. ગુગલ દ્વારા એક એવી ટેકનીક વિકસાવવામાં આવી છે કે જેના દ્વારા મંગળ પર ટહેલવાનુ સપનું સાકાર થઇ શકશે. ગુગલે નાસા સાથે મળીને યુઝર્સ માટે વર્ચ્યુઅલ વોકની શરૂઆત કરી હતી. આ કારણોસર નાસાના ક્યુરિયોસિટી રોવલ દ્વારા લેવામાં આવેલ વિડીયો અને તસ્વીરોના માધ્યમથી મંગળ પર ફરવા જઇ શકાશે.
ઉલ્લેખનીય છે કે ગુગલની ક્રિયેટીવ લેબના ઇંટરેક્ટીવ પ્રોડ્યુસર રેયાન બુર્કે જણાંવ્યુ હતુ કે આ માટે WebVR નો ઉપયાગ કરવો પડશે. આ એક એવી એપ છે જેના ઇંન્સટોલ કરવાથી બ્રાઉઝર પર વર્ચુયલ રીયાલીટીનો અનુભવ કરવા મળશે.
નાસાના જેટ પ્રોપ્લાસન લેબોરેટરી પાસે એક સોફ્ટવેર છે જેની મદદથી મંગળ ગ્રહની મુસાફરી કરવી શક્ય બને છે. તો આમ કરવાથી મંગળ પર ફરવુ સરળ બનશે. અને ઘરે બેઠા મંગળ પર મુસાફરી કરી શકાશે.