વિશ્વ સ્તરે કીંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવતા જ સોનાની કિંમતમાં પણ ઘટાડો થવા પામ્યા છે. આ ઘટાડાનું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા અઠવાડિયાથી દબાવ હતો જેના કારણે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. 1270.55 ડોલર પ્રતિ ઔંશ પર અને ચાંદી 16.59 ડોલર પ્રતિ ઔંશ પર બોલી બોલાઇ હતી.
સોનાની કિંમતમાં કડાકો બોલવાનું કારણ બજારોના નિષ્ણાંતોના મતે એવુ છે કે અમેરિકા અને ઉત્તર કોરીયા વચ્ચે હાલ ચાલી રહેલ તંગદિલીને કારણે આ ભાવ ઘટ્યા છે. આ સાથે જ ક્રુડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થવાની એક આશંકા સેવાઇ હતી.
દિલ્હીના સરાફા બજારમાં સોનું તુટીને 30550 રૂપિયા પ્રતિગ્રામ થયુ હતું જ્યારે ચાંદી 600 ઘટીને 40200 પ્રતિ કિલો થયું હતું અમદાવાદ ખાતે સોનાની કિંમત 22 કેરેટ 29 100 તથા 24 કેરેટ 31 600 પ્રતિ 10 ગ્રામ થયું હતું