પંચમહાલના કાલોલ તાલુકાના ચલાલી ગામે એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે.ગોધરા SOG એ રેડ કરી આ બોગસ ડૉક્ટરને ઝડપી પાડયો છે.રેડ દરમિયાન તપાસમાં તબીબ પાસેથી તેની ડિગ્રીના કોઈ પુરાવા મળી શક્યા ન હતા.
મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ગોપાલ હલદર નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.આ ડૉક્ટર છેલ્લા 10 વર્ષથી ચલાલી ગામમાં દવાખાનું ચલાવતો હતો.
આ બોગસ ડૉક્ટરને લઈ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.કારણ કે 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ ડૉક્ટર સામે તંત્રની નજર કેમ ન પડી ?જો કે હાલ તો આ ડૉક્ટરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.