ISISના સકંજામાંથી મુક્ત કરાયા કેરળના પાદરી, સુષમા સ્વરાજે કરી ખુશી વ્યક્ત

By : KiranMehta 06:53 PM, 12 September 2017 | Updated : 06:53 PM, 12 September 2017
આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે બંધક બનાવેલા કેરળના પાદરી ટોમ ઉજાનાલિલને મુક્ત કરાયા છે. તેમની મુક્તિને પગલે કેરળ સરકાર અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાદરીની મુક્તિ અંગે ટ્વીટર પર માહિતી આપી હતી. ઓમાન સરકારની મદદથી પાદરીને મુક્ત કરાવવામાં આવ્યા છે, જેઓ યમનમાં આતંકી સંગઠનના સકંજામાં હતા. પાદરીને ઓમાનથી મસ્કત મોકલવામાં આવ્યા છે. 

માર્ચ 2016માં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતું. જે બાદ ડીસેમ્બરમાં તેમનો વીડિયો મેસેજ સામે આવ્યો હતો. જેમાં તેમણે પોતાની મુક્તિ માટેની અપીલ કરી હતી. ફાધરની મુિ~ત માટે કેરળ સરકારે પણ વિદેશ મંત્રાલયને અનેક અપીલ કરી હતી. 
  • ISISના સકંજામાંથી મુક્ત કરાયા પાદરી 
  • ISISના સંકજામાંથી મુક્ત કરાયા ફાધર ટોમ ઉજુનાલિલ 
  • 2016માં ઇસ્લામિક સ્ટેટના આંતકીઓએ કર્યું હતું અપહરણ 
  • ડીસેમ્બરમાં મુક્ત કરાવવા કરી હતી વીડિયો અપીલ 
  • ઓમાન સરકારની મદદથી મુક્ત કરાયા પાદરી
  • વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ખુશી વ્યક્ત કરી  



Recent Story

Popular Story