દુબઇમાં દોડશે દુનિયાની પહેલી ડ્રાઇવર વગરની CAR

By : krupamehta 06:07 PM, 12 February 2018 | Updated : 06:07 PM, 12 February 2018
ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ કઇ રીતે બદલી શકે છે એની ઝલક હવે દુબઇમાં જોઇ શકાશે. રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓઉ દુબઇએ દુનિયાની પહેલી ઓટોનોમસ પોડ્સની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. દુબઇમાં પૂરી રીતથી તૈયાર બે પ્રોટોટાઇપ પોડ્સને ડિસ્પ્લે કરવામાં આવી છે.

આ પોડ્સને નેક્સ્ટ ફ્યૂચર ટ્રાન્સપોર્ટેશન ઇંકે તૈયાર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી જારી પ્રેસમાં જણાવવામાં આવ્યું છે કે, આ પોડ્સને નાના અને મધ્યમ  અંતર પર ટ્રાવેલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ અલગ અલગ પોડ્સ 15 થી 20 સેકન્ડની અંદર જોડાઇ શકે છે અને એક બસનું રૂપ લઇ શકે છે. તો બીજી બાજુ એને અલગ થવામાં 5 સેકન્ડનો સમય લાગે છે. 

જોડવા અને અલગ થવાની પ્રકિયા માટે આ પોડ્સમાં કેમેરા અને ઇલેક્ટ્રોમેકેનિકલ ટેકનોલોજી આપવામાં આવી છે. દરેક પોડની લંબાઇ 2.87m, પહોળાઇ 2.24m અને ઊંચાઇ 2.82m છે. એનું વજન આશરે 1500 કિલોગ્રામ છે અને આ 10 યાત્રીઓને લઇને સફર કરી શકે છે. 

આ પોડ્સમાં બેટરી લગાવી છે જે 3 કલાકનું ઓપરેશન કરી શકે છે. એને ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. એની એવરેજ સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમાં ત્રણ પ્રોટેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. એની મહત્વની સિસ્ટમમાં 3D કેમેરા આપવામાં આવ્યા છે, તો બીજી સિસ્ટમ ઓર્ડિનરી કેમેરા પર બેસ્ડ છે અને ત્રીજી સિસ્ટમ ઓપરેટર દ્વારા મેન્યુઅલ તરીકે ઓપરેટર કરવામાં આવશે. 

આ પોડ્સ રેગુલર રસ્તા પર બીજી ગાડીઓ સાથે ફંક્શન કરી શકે છે. એના માટે કોઇ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી.Recent Story

Popular Story