મુંબઇ: દક્ષિણ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા નવરંગ સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી હતી. સ્ટુડિયોના ચોથા માળે આગ લાગતાં આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં જ એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી એક બાદ એક 12 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવ્યા હતા. તેમજ અંતે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
નોંધનીય છે કે 29મી ડિસેમ્બરે મુંબઇની કમલા મિલ કમ્પાઉન્ડમાં લાગેલી આગની ઘટના હજુ સુધી કોઇ ભૂલ્યું નથી. ત્યારબાદ થોડાક દિવસો અગાઉ પણ મરોલ વિસ્તારમાં મૈમૂન મંજિલ નામના રહેણાંક ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. ત્યારે નવરંગ સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.