મેષઃ તમે કેટલીક બાબતોમાં ભાગ્યને દોષી ગણાવશો. તમારા કાર્યોમાં વિધ્નો આવવાને કારણે તમારા સ્વભાવમાં નિરાશાજનક સ્થિતિ ઊભી થાય એવી સંભાવનાઓ છે. અકસ્માત યોગ હોવાથી વાહનવ્યહારમાં સંભાળવું. પરિવારને તમારી છત્રછાયામાં સુરક્ષિતતાનો અહેસાસ થાય. દુરંદેશી દાખવીને એક મહત્વનો નિર્ણય લેતા તમે ભવિષ્યમાં આવનારી ગંભીર આફતમાંથી ઉગરી જશો. તમારામાં વ્યવસાયિક અભિગમ વધુ મજબૂત થઇ શકે છે.
વૃષભઃ સચોટ આયોજનને કારણે નાણાકીય ક્ષેત્રે ફાયદો મેળવશો અને તમારો સ્વભાવ આનંદિત રહેશે. ઊંચા સપનાઓ જોવાનું ચાલુ રાખો પણ હકીકતમાં ઢળે તેને લગતા આવશ્યક કાર્યોથી દૂર ભાગશો નહીં. તમારા આપેલા વચનની પૂર્તિ માટે વધુ મહેનતની જરૂર જણાઈ રહી છે. ગણેશજી કહે છે કે સહકારી ધોરણે તમારા ધ્યેયો અને સપનાઓ પૂરાં કરી શકશો.
મિથુનઃ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. નોકરી/વેપારમાં ભાગ્યોદયની તક મળશે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. દિવસ વ્યસ્ત છતાં આવકમાં વૃદ્ધિ કરાવનાર બની રહેશે. જાહેરજીવનમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે. ખોટી ચિંતા કરવી નહી. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળ અપાવા શકે છે. સંગીત-ઘર્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થશે.
કર્કઃ આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને આપ જે પરિવર્તનો અનુભવી રહ્યાં છો તે ટકશે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે. ગણેશજી કહે છે કે તમારું નાણાકીય ચિત્ર કંઇક અંશે ઊજળું થશે તેમ છતાંય આર્થિક બાબતે અનિશ્વિત સ્થિતિ પ્રવર્તેલી રહેશે.
સિંહઃ તમારી યોજનાઓ અને આયોજનો ઘણાં સ્પષ્ટ હશે તો પણ તમારા વિચારો તમે બીજા ઉપર થોપવાની કોશિશ કરશો અથવા તમારા માર્ગે ચાલતા અન્યોની ટીકા કરશો. આવું કરવાથી નુકસાન તમારે જ સહેવું પડશે એટલે સાચવજો. વિરોધી મંતવ્યોને આવકારવા માટે મગજને હંમેશાં ખુલ્લું રાખો. મોટાભાગનો સમય તમે તમારા પ્રેમી સાથે વિતાવશો અને હંમેશાં તેના સાથ માટે આતુર રહેશો. તમારા સંબંધોને નવી ઊંચાઇ પ્રદાન કરશો.
કન્યાઃ ખર્ચ ઉપર કાબૂ રાખવો. સંતાનોનાં અભ્યાસ અને આરોગ્યની ચિંતા હળવી બનતી જણાય છે. રાજકીય તથા કાયદાકીય પ્રશ્નોના હલ થતાં જણાય છે. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ મદદરૂપ થશે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. સામાજિક ક્ષેત્રે જવાબદારી વધે અને પદમાં વધારો થઇ શકે છે. કુટુંબીજનો સાથે યાત્રા પ્રવાસનું આયોજન થઇ શકે. આરોગ્ય સુખમય રહે.
તુલાઃ ગણેશજીની કૃપાથી આવકના પ્રમાણમાં વધારો થાય. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. અભ્યાસ-સ્પર્ધામાં સફળતા મળે પણ પ્રયત્ન જરૂરી છે. જીવનમાં ઉદાર મન તથા ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. તમારા આચરણની લોકો પ્રશંસા કરશે. ધન સંપત્તિના મામલા ઉકેલાશે. નવા સંબંધ બની શકશે.
વૃશ્ચિકઃ નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. વાહન જમીનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નોકરી-વેપારમાં સમય પ્રગતિદાયક રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. એકંદરે સમય શુભ. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય.
ધનઃ આપ માનવતાવાદી છો તેથી આપ પ્રેમપૂર્વક કામ કરી રહ્યા છો. તેનાથી આપ લોકોને વધારે વશમાં કરી શકશો. આપ આપની માન્યતાઓ અને વલણમાં સુરક્ષિત હોવાથી બીજા માટે સહાયરૂપ છો. તમારામાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવશે. ભાગ્ય તમારો સાથ આપશે. માનસિક તણાવ દૂર થશે અને સંતોષની લાગણી અનુભવશો.
મકરઃ આપને અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખો તે જરૂરી નહીં પણ અનિવાર્ય છે. શક્યતા એવી છે કે આપ અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે તે ગુમાવવાનો વખત આવે. આપની સર્જનાત્મક બુદ્ધિ વધુ તેજસ્વી બનશે અને આપના પ્રયત્નો આપની અપેક્ષા કરતાં અનેકગણું વધારે સારું પરિણામ આપશે. તેથી સ્વભાવિક રીતે જ આપ નાણાં અને અન્ય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો.
કુંભઃ નાણાકીય પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ છે. આપના નાજુક ખભા પર જવાબદારીનો ભાર આવી પડતાં એકાએક આપનું ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયેલું જણાશે. અદમ્ય ઊર્જા અને ઉત્સાહ સાથે નવા પ્રોજેક્ટ્સ અને સાહસો પર કામ કરશો. આપની મુખ્ય ચિંતા પારિવારિક બાબતો સાથે જોડાયેલી હશે. ચિંતિત રહેવાને બદલે તમારા મગજને સમસ્યાઓના સમાઘાન શોધવામાં લગાડશો.
મીન: આ સમયગાળામાં આપ સફળતા અને લોકપ્રિયતાના શિખરે બિરાજશો. અનેક માર્ગેથી ધારણા બહારની અને આકસ્મિક રીતે સંપત્તિ અર્જીત કરશો. આપ ફક્ત આપના અંગત પરિવારજનોની જરૂરિયાત પ્રત્યે જ નહી પણ આસપાસના સભ્યોની જરૂરિયાત પ્રત્યે પણ ચિંતિત રહેશો.