મુંબઇઃ વરૂણ ધવનની જુડવા 2ના પહેલા દિવસે 16.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફિલ્મની સ્ટોરી નબળી હતી પરંતુ આછી-પાતળી કોમેડી ફિલ્મ હોવાના કારણે બોક્સ ઓફિસ પર વરૂણ ધવનની ફિલ્મ ચમકી ગઇ. સલમાન ખાનની 1997માં આવેલી ફિલ્મ જુડવાની રીમેક જુડવા 2ની સ્ટોરી જેટલી નબળી અને જુના જમાનાની છે એટલી જ ડેવિડ ધવને પણ એવા પ્રમાણની કેટલીક ભૂલો પણ કરી છે. અમે આપને જુડવા 2માં કરેલ ભૂલો જણાવીએ...
Mistake No. 1
વરૂણ ધવાનની મમ્મી પ્રેગ્નેન્ટ થાય છે અને જે રીતે તેનું પેટ દેખાડવામાં આવ્યું છે જેને જોઇને હાસી આવે છે કારણ કે સ્પષ્ટ દેખાઇ આવે છે કે તેમણે પીલો દ્વારા પ્રેગ્નેન્ટ બતાવવામાં આવી છે અને આ ખામી સીનમાં સરળતાથી પકડી શકાય છે.
Mistake No. 2
વરૂણ ધવન ડોક્ટર અલી અસગર સાથે વાત કરી રહ્યા હોઇ છે અને બીજી તરફ બીજો વરૂણ ધવન ફાઇટ કરી રહ્યો હોય છે. આ તરફ રાજા કોઇને ટક્કર માટે છે તો પ્રેમ પણ ડોક્ટરને ટક્કર મારે છે. અહીં સ્પષ્ટ નજરે ચડે છે કે વરૂણે ડોક્ટરના માથે માથું નહોતું અથડાયું પરંતુ તે સાઇડમાં પોતાનું માથું લઇ નિકળી ગયા છે. આ વાત એક ઝટકામાં નજરે આવી છે.
Mistake No. 3
વરૂણ ધવન જ્યારે પણ ડબલ રોલમાં આવે છે તો આ વાત સમજાય જાય છે કે વરૂણ ધવન માટે આ રોલ કરવા ઘણો મુશ્કેલ રહ્યો છે કારણ કે તેમના એક્સપ્રેશન્સ અને આંખો બીજા વરૂણ પર સરખીરીતે નથી ટકી શકતી એટલે લોચો સ્પષ્ટ નજરે આવે છે. વરૂણ ધવનની આંખો ક્યાંક બીજે હોઇ છે અને નિશાનો ક્યાંક બીજે લગાવે છે.
Mistake No. 4
એક સીનમાં વરૂણ ગુંડાઓથી બચીને ભાગી રહ્યો છે. તે ડોક્ટરની સાયકલ લઇને ભાગી જાય છે. તે સાયકલ લઇને ભાગે છે પરંતુ આગલા સીનમાં તેમના માથા પર હેલમેટ પણ નજરે આવે છે. તેઓ ગુંડાઓથી બચીને ભાગી રહ્યો હતો નતો કે કોઇ રેસમાં ભાગ લેવા ગયા હતા. તો તેમને હેલમેટ પહેરવાનો સમય પણ મળી ગયો.