હવે ફિલ્મ પુરસ્કાર માટે પણ આધાર ફરજિયાત, સરકારે મગાવ્યા આવેદનપત્ર

By : HirenJoshi 09:57 PM, 21 February 2018 | Updated : 09:57 PM, 21 February 2018
મુંબઇઃ જો તમે સારી ફીલ્મ બનાવી છે કે, ફિલ્મ પર કોઈ સારૂ પુસ્તક લખ્યું છે અને તે માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે આવેદન કરવા માગી રહ્યા છો તો આધાર ત્યાં પણ જરૂરી છે. એટલું જ નહીં પરંતુ આ વર્ષે પુરસ્કાર માટે આવેદન કરવનું પણ મોંઘુ બની ગયું છે.

કેન્દ્ર સરકારે ફિલ્મ પુરસ્કાર માટે આવેદન મંગાવ્યા છે. પરંતુ સાથે જ આવેદનની ફીમાં ત્રણ ગણો વધારો પણ કરી દીધો છે. એક વખત ફી જમા કર્યા બાદ ફી પરત પણ આપવામાં આવશે નહીં.

ફિલ્મ પુરસ્કાર માટે આવેદન કરનાર માટે આધાર નંબર પણ ફરજીયાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દર વર્ષે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં ફીચર ફિલ્મ, બિન ફીચર ફિલ્મ અને સિનેમા પર શ્રેષ્ઠ લેખનનો સમાવેશ થાય છે.Recent Story

Popular Story