મુંબઇ: બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા દિવસોથી પોતાની આવનારી ફિલ્મ હસીનામાં લાગેલી છે. શ્રદ્ધાએ ફિલ્મને લઇને જોરદાર મહેનત કરી છે. હાલમાં શ્રદ્ધા ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. પરંતુ લાગે છે કે હસીનાની મુશ્કેલીઓ વધી ગઇ છે. જી હાં તાજેતરમાં જ શ્રદ્ધાની વિરુદ્ધ એક કપડા બનાવનારી કંપનીએ શ્રદ્ધા કપૂપ અને એની ફિલ્મ હસીના મેકર્સ વિરુદ્ધ દગો અને ભરોસો તોડવાનો અપરાધ કરવાનો આરોપ લગાવતાં એમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
શ્રદ્ધાની મુશ્કેલીઓ વધારે વધી ગઇ છે. જાણવા મળી રહ્યું છે કે ફિલ્મના પ્રમોશન પહેલા એક કરાર કરવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ફેશન લેબલ એજેટીએમના ફિલ્મ પ્રમોશન દરમિયાન એડ ના કરવાના કારણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાને ફિલ્મના પ્રમોશન દરમિયાન આ ફેશન બ્રાન્ડનું ફેશન લેબલ લગાવવાનું હતું કારણ કે બ્રાન્ડનું પણ પ્રમોશન થાય પરંતુ શ્રદ્ધાએ આવું ના કર્યું.
બસ આ જ કારણથી શ્રદ્ધા અને ફિલ્મના મેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યોય જણાવી દઇએ કે હસીના આ 22 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે.