જો તમે Facebook પર એકાઉન્ટ ધરાવતા હોવ તો આ વાત તમારે જાણવી ખાસ જરૂરી છે.
અત્યાર સુધી ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતી તમામ પોસ્ટને સરળાતાથી ડિલીટ કરી શકાતી હતી પરંતુ તાજેતરમાં Facebook કરેલ ફેરફાર અનુસાર હવે પછીથી તમારી કોઇપણ પોસ્ટને ડિલીટ કરી શકાશે નહીં.
આ ફેરફાર Facebook એ આજથી જ કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જ્યારે આજે અમે એક પોસ્ટ Facebook પર જ્યારે પોસ્ટ કરી ત્યારબાદ તે પોસ્ટને ડિલીટ કરવાનો પ્રયત્ન કર્યો તો તે પોસ્ટ ડિલીટ થઇ શક્યો નહીં. સાથે એક વાત એ પણ જાણવા મળી કે હવેથી Facebook એ ડિલીટ નામનો ઓપ્શન જ કાઢી નાંખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે Facebook પર મુકવામાં આવેલ પોસ્ટને જો ડેસ્કટોપ કે લેપટોપ પરથી જો પોસ્ટ કરવામાં આવી હોય તો Facebook પર કરવામાં આવેલ પોસ્ટ એડિટ અથવા હાઇડ થશે શકશે પરંતુ તેને ડિલીટ કરી શકાશે નહીં.
જો કે તાજેતરમાં મળેલ એક માહિતી અનુસાર જો તમારા મોબાઇલ ફોનમાં Facebook નામની એપ હશે તો તેને ડિલીટ કરી શકાય છે.
જો કે Facebook દ્વારા આ બાબતે કોઇ ચોક્કસ પ્રતિક્રિયા આપવમાં આવેલ નથી. આવું થવાનું કારણ કદાચ કોઇ ટેક્નીકલ સમસ્યા હોઇ શકે છે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.