આગામી મહિનાઓમાં હોમ અને કાર લોન મોંઘી થઈ શકે છે. બેંક રેટ વધવાની શરૂઆત થઈ ચુકી છે. એક્સિસ બેંક કોટક મહિદ્રા બેંક ઈન્ડસઈન્ડ બેંક અને યસ બેંક જેવા પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ જાન્યુઆરીથી પોતાના બેંચમાર્ક MCLRમાં 5થી 10 બેસિસ પોઈન્ટ વધાર્યા છે.
બેંકોએ એપ્રિલ 2016માં નવા MCLR સિસ્ટમને લાગુ કર્યા બાદ પ્રથમ વખત રેટ વધાર્યા છે. એમને કહ્યું કે એના કારણે છેલ્લા કેટલાક સમયમાં ડિપોઝીટ પર બેંકોની ચુકવણી વધારવાની છે.
બેંકો પાસે MCLR હેઠળ 7 અલગ અલગ મુદ્દત છે. જેમાં ઓવરનાઈટ એક મહિનો ત્રમ મહિના છ મહિના એક વર્ષ બે વર્ષ અને ત્રણ વર્ષ છે. MCLR સાથે લિંક તમામ લોન પર હવે રેટ વધી જશે.
નોંધનીય છે કે RBIની મોનિટરી પોલિસી કમિટીએ 6 ડિસેમ્બરે પોલિસી રેટ 6 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.