લગભગ બે મહિના પહેલા રાજકોટ ના સર્કિટ હાઉસ માં કોંગ્રેસ ના એક ધારાસભ્ય મળી ગયા હતા તેઓ અફસોસ કરતા હતા કે અમારી તો સેન્ડવીચ જેવી હાલત છે એક બાજુ સરકાર સાંભળતી નથી બીજી બાજુ અમારું સંગઠન સવાલ એ છે કે અમારે લોકોને શુ જવાબ આપવો ? કામ થતા નથી અમારીતો જાણે કોઈ વેલ્યુ જ નથી.! આ ધારાસભ્ય ની વાત અત્યારે એટલા માટે યાદ આવી કે હાલ કોંગ્રેસ ના ધારાસભ્યોની વેલ્યુ રાતોરાત વધી ગઈ છે .! ( અહીં વેલ્યુ નો અર્થ માન સન્માન એવું કહેવાનો ઈરાદો છે મૂલ્ય કોઈ એક ચોક્કસ માપદંડ થી મપાતું નથી ..)
કોંગ્રેસ નેતાગીરી અને ભાજપ બંને કોંગ્રેસ ના ધારાસભ્યોને જે માંગે તે આપવા તૈયાર છે પાણી માંગે તો દૂધ મળે છે.! હવે આ ધારાસભ્યો ની કિંમત હાઇકમાન્ડ ને સમજાઈ ગઈ છે ભાજપ વાળા પણ જેમને મંચ પર જોઈ જતા તો પણ મોં મચકોડતા હતા તેઓ ગળે લગાડવા તૈયાર છે આ તો સમય ની બલિહારી છે સમય દરેક નો એક સરખો રહેતો નથી ગુજરાત ના હાલના રાજકારણ માં કોંગ્રેસ ના ધારાસભ્યોના તો બંને હાથમાં લાડુ છે..એક ધારાસભ્ય તો એવું કહેતા હતા કે 2017 માં મારે ચૂંટણી લડવી નથી પણ હવે તેમનો ઈરાદો બદલાયો હોય તેવું લાગે છે !
પલટાયેલા રાજકીય પ્રવાહ માં જેમને વધારાના તરીકે જોવામાં આવતા હતા તેવા ધારાસભ્યો ની વેલ્યુ પણ એકાએક વધી ગઈ છે નાના પક્ષો જેમકે એનસીપી જેડીયુ કે જીપીપી હોય તેમના માન સન્માન પણ વધી ગયા છે. ગુજરાત માં રાજ્યસભાની ચૂંટણી અગાઉ ક્યારે આવી ને જતી રહેતી હતી તે કેટલાય ને તો તો ખબર પણ પડતી ન હતી પણ આ વખતની રાજ્યસભાની ચૂંટણીએ ભાજપ કે કોંગ્રેસ જેવા મોટા પક્ષો ને ધરતી પર લાવી દીધા છે અને સૌથી મોટી વાત એ બની છે કે ધારાસભ્યો કોઈ મોટા પક્ષ ના હોય કે નાના દરેક ની મહત્વતા હોય છે એ આ ચૂંટણી એ સમજાવી દીધી છે.! FOR BLOG / DEVENDRA JANI
દેવેન્દ્ર જાની અભિયાન મેગેઝીનના અસોસિયેટ એડિટર છે.