લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે કરવાની PM મોદીની પહેલને સમર્થન

By : HirenJoshi 11:09 AM, 13 October 2017 | Updated : 11:09 AM, 13 October 2017
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સુધારની દિશામાં મોટું પગલું ભરતાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની દિશામાં પહેલ કરી છે. પીએમ મોદીની આ પહેલને અનેક ક્ષેત્રિય પક્ષોનું સમર્થન મળી રહ્યું છે મોદી સરકાર અને ભાજપનું માનવું છે કે નીતિશ કુમારની JDU અને AIDMK તરફથી એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજવાનું સમર્થન મળી રહ્યું છે.

બન્ને પક્ષે કહ્યું કે અમે પીએમ મોદીની આ પહેલની સાથે છીએ. જરૂર પડશે તો તમિલનાડુ અને બિહારમાં સમય પહેલા ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. આ ઉપરાંત ઓરિસ્સાની BJD, તેલંગાણાની TRS અને આંધ્રપ્રદેશની TDPને આ પ્રસ્તાવથી કોઈ મુશ્કેલી નથી. કારણ કે બન્ને રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ લોકસભાની સાથે થતી રહી છે.

આ સમહતિ વચ્ચે ચૂંટણી પંચે એમ કહીને વાતને આગળ વધારી કે સપ્ટેમ્બર 2018 બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરવા માટે તૈયાર છીએ. પરંતુ શું દેશ પણ તેના માટે તૈયાર છે ? જોકે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ વિચાર સારો છે પરંતુ તેને લાગુ કરવો ઘણો મુશ્કેલ છે. અને તે તાત્કાલિક સંભવ નથી દેખાઈ રહ્યો.

ચૂંટણી સાથે કેમ નહીં ? 
 • ચૂંટણી પંચ સપ્ટેમ્બર 2018 પછી સાથે ચૂંટણી કરવા માટે તૈયાર  
 • લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે યોજવી સરળ નહીં  
 • વિચારને અમલમાં મુકવામાં ઘણો લાંબો સમય લાગશે  
 • શું ચૂંટણી પંચ પાસે પુરતા પ્રમાણમાં EVM, VVPAT છે ?  
 • ચૂંટણી પંચ પાસે પુરતા સંસાધનો છે ?  
 • અનેક વિધાનસભાની ટર્મ વહેલી સમાપ્ત કરવી પડશે  
 • સાથે ચૂંટણી યોજવા કાયદામાં પણ ફેરફાર કરવા પડશે  
 • બંધારણમાં સંશોધનની પણ જરૂર પડી શકે છે  
 • રાજ્યની વિધાનસભાઓમાં તેને પાસ કરાવવી પડી શકે છે  
 • તમામ રાજકીય પક્ષમાં સહમતિ પણ જરૂરી  
 • કોંગ્રેસ, લેફ્ટ સહિતના પક્ષોએ આ મુદ્દે નથી ખોલ્યા પોતાના પત્તા  
 • 1951-52, 1957, 1962, 1967 સુધી ચૂંટણીઓ એક સાથે થતી હતી  
 • 1967માં રાજકીય ઉથલપાથલ બાદ પરિસ્થિતિ બદલાઈ  
 • 1967 બાદ લોકસભા-વિધાનસભા ચૂંટણી અલગ અલગ થવા લાગી  Recent Story

Popular Story