સુરતમાં નીરવ મોદીના વધુ 3 ઠેકાણાઓ પર EDના દરોડા

By : krupamehta 02:52 PM, 19 February 2018 | Updated : 02:52 PM, 19 February 2018
સુરત: નીરવ મોદીના ઠેકાણાઓ પર EDના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં EDના અધિકારીઓએ નીરવ મોદીના 3 ઠેકાણાઓ પર દરોડા પાડયા છે.

મળતી માહિતી અનુસાર સચિન સેઝમાં આવેલા 3 ઠેકાણાઓ પર EDના અધિકારીઓએ દરોડા પાડયા છે. 5 સ્ટાર યુનિટમાંથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોમાંથી હકીકત મળી આવતા હવે EDના અધિકારીઓએ દરોડા પાડયા છે. સુરતમાં નીરવ મોદીની સિસ્ટર કન્સલ્ટ કંપનીઓ પર EDના અધિકારીઓએ દરોડા પાડયા છે. 

નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકથી 280 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં CBIએ નીરવ મોદી, એમની પત્ની, ભાઇ અને વેપારી સહયોગીની વિરુદ્ધ FIR દાખલ કરી છે. ત્યારબાદ એમના સુરત, મુંબઇ અને દિલ્હીના વિવિધ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આજે સુરતના વધુ 3 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. Recent Story

Popular Story