આતંકી હાફિઝ સઈદની નવી પાર્ટી MML પર લાગ્યો પ્રતિબંધ

By : krupamehta 01:17 PM, 12 October 2017 | Updated : 01:17 PM, 12 October 2017
કરાચીઃ આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન તરફથી મોટો ફટકો પડયો છે. લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદની નવી રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને પાકિસ્તાની ચૂંટણી પંચે ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી છે. પાકિસ્તાની ચૂંટણી પંચે MML પર પ્રતિબંધ ચરમપંથી સમૂહો સાથે સંબંધોના આધારે પ્રતિબંધ લગાવ્યો છે. 

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે ચૂંટણી પંચને જાણ કરી હતી કે MMLનો સંબંધ લશ્કર એ તૈયબા સાથે છે. મહત્વનું છે કે હાફિઝ સઈદને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે. ગત મહિને જ લાહોર શહેરની પેટાચૂંટણીમાં MMLનો એક ઉમેદવાર ઉભો હતો. MMLએ પાકિસ્તાની ચૂંટણી પંચ પાસે એક નવી પાર્ટીના રુપે રજિસ્ટ્રેશન માટે આવેદન કર્યુ હતું. જોકે ચૂંટણી પંચે તેને ફગાવી દીધું છે. 

પાક. ગૃહમંત્રાલયે ચૂંટણી પંચને કહ્યું કે જો MMLને એક રાજકીય પાર્ટીના રૂપે રજીસ્ટ્રેશન મળે છે તો તેનાથી પાકિસ્તાનની રાજનીતિમાં ચરમપંથ અને હિંસાને પ્રોત્સાહન મળશે. મહત્વનું છે કે હાફિઝ સઈદ આ સમયે પાકિસ્તાનમાં નજરકેદ છે.Recent Story

Popular Story