હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેરાત, એક જ તબક્કામાં થશે મતદાન

By : KiranMehta 09:08 PM, 12 October 2017 | Updated : 10:16 PM, 12 October 2017
ચૂંટણી પંચે આજે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં નવમી નવેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 18 ડીસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ પહેલીવાર હિમાચલ પ્રદેશની તમામ બેઠકો પર VVPAT મશિનથી ચૂંટણી કરાવવા જઈ રહ્યું છે. ચૂંટણીની તારીખો જોહર થતાની સાથે જ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ નથી. જોકે 18 ડીસેમ્બર પહેલા જ ગુજરાતમાં ચૂંટણી યોજાશે તેવી અટકળો છે. ચૂંટણી પંચ આગામી એક સપ્તાહમાં આ માટેની જાહેરાત કરી શકે છે. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલ કુમાર જેતિએ કહ્યું કે, રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યમાં મોટા પાયે પેરામિલિટ્રી ફોર્સની રચના કરવામાં આવશે.  
 
  • હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
  • 18 ઓક્ટોબરઃ ચૂંટણીની નોટિસ જાહેર થશે  
  • 23 ઓક્ટોબર : ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ  
  • 24 ઓક્ટોબરઃ ઉમેદવારી પત્રોની તપાસ થશે  
  • 26 ઓક્ટોબરઃ ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ  
  • 9 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં મતદાન થશે  
  • 18 ડીસેમ્બરના રોજ પરિણામોની જાહેરાત  
  • હિમાચલ પહેલું રાજ્યા જ્યાં VVPAT મશિનોથી મતદાન  
  • તમામ બેઠકો પર VVPAT મશિનોનો થશે ઉપયોગ Recent Story

Popular Story