મુકેશ અંબાણીની પુત્રી ઇશાની બોલીવુડમાં એન્ટ્રી, આ હીરો સાથે કરશે ડેબ્યૂ

By : krupamehta 11:55 AM, 11 September 2017 | Updated : 11:55 AM, 11 September 2017
મુંબઇ: મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી ખૂબ જ જલ્દી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે પરંતુ ડેબ્યૂ અભિનેત્રી તરીકે નહીં કરે પરંતુ પ્રોડ્યૂસર તરીકે કરશે. જાણવા મળી રહ્યું છે કે ઇશા જલ્દી જ અક્ષય કુમારની આવનારી ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી' ને કરણ જોહરની સાથે પ્રોડ્યૂસ કરશે. 

તમને જણાવી દઇએ કે પહેલા સલમાન ખાન કરણ જોહરની સાથે આ ફિલ્મને કો-પ્રોડ્યૂસ કરવાનો હતો પરંતુ કોઇ કારણોસર એવું કરી શક્યો નહીં. એવામાં હવે ઇશા અંબાણીનું નામ સામે આવ્યું છે. 

સૂત્રોનું માનીએ તો થોડાક દિવસો પહેલા કરણ જ્હોરના ઘરે જ અક્ષય કુમાર અને ઇશા અંબાણીની મીટિંગ થઇ હતી. ઇશાને આ આ પ્રોજેક્ટ સારો લાગ્યો. અક્ષય, કરણ અને કેશ્મા શેટ્ટીની ફાઇનલ મીટિંગ 29 ઓગસ્ટે અક્ષયના ઘરે થઇ હતી. Recent Story

Popular Story