ઓખી વાવાઝોડાંની અસર થઇ ઓછી તો આવ્યો રાજકોટ-કચ્છમાં ભૂકંપ

By : juhiparikh 03:59 PM, 06 December 2017 | Updated : 07:26 PM, 06 December 2017

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો મંડારાયેલો હતો. આ ખતરો આજે ટળ્યો છે ત્યારે રાજકોટ અને કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રાજકોટમાં ભૂંકપના આંચકાની તીવ્રતા 3.1ની હતી, તેમજ આ આંચકાથી મોટાભાગના લોકો અજાણ હતા.જ્યારે કેટલાક લોકોએ આંચકો અનુભવતા ગભરાટ માહોલ ફેલાયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ ઘણા સમય બાદ આજે  રાપરમાં 1.8ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અમુભવાયો હતો. જોકે આ આંચકામાં કોઇપણ પ્રકારની જાનહાનિ થયાની વાત સામે આવી નથી.


 
Recent Story

Popular Story