મુન્દ્રા પોર્ટ પર DRIના દરોડા,વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

By : kavan 08:14 AM, 11 February 2018 | Updated : 08:14 AM, 11 February 2018

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI દ્વારા કાર્યવાહી હાથ ધરતા વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે,DRIને વિદેશથી આવેલા કન્ટેનરમાં ગેરકાયદે સિગારેટના જથ્થાની એક ખાસ બાતમી મળી હતી.

જે બાદ વિદેશથી આવેલા કન્ટેનરને અટકાવી તેમાં ચેકિંગ હાથ ધરાતાં સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.DRIએ હાલ સિગારેટના સમગ્ર જથ્થાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.   

ઉલ્લેખનીય છે કે વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી ગતરોજ મુન્દ્રાના નેરૂલા સી.એફ.એસ.માં કરવામાં આવી હતી.વિદેશથી આયાત થયેલા જિપ્સમના કન્ટેનરમાંથી આ સિગારેટ નીકળી પડી હતી.

આ સમાચાર મળ્યા ત્યારે હજુ જથ્થાની ગણતરી ચાલતી હોવાથી તેની કિંમત કે આયાતકાર અંગેની વિગતો પ્રાપ્ત થઇ શકી નથી.અલબત્ત આ માલના શિપિંગ એજન્ટ એ.એસ.આર. શિપિંગ હોવાનું જાણવા મળ્યું છે.loading...

Recent Story

Popular Story