મોબાઇલ ફોનમાં તો ભૂલથી પણ સેવ ના કરો આ અગત્યની વસ્તુઓ...

By : juhiparikh 04:26 PM, 03 December 2017 | Updated : 04:26 PM, 03 December 2017

અવારનવાર આપણે પોતાની સુવિધા માટે ફોનમાં એવી કેટલીક જરુરી વસ્તુઓ કે ડેટા સેવ કરી લઈએ છીએ જે બીજાના હાથમાં જાય તો આપણને ભારે પડી શકે છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ અને દસ્તાવેજો વિશે જણાવીશું જે તમારે મોબાઈલ ફોનમાં ક્યારેય સેવ ન રાખવા જોઈએ.

કેટલાક લોકો પોતાનો આધાર કાર્ડ નંબર, પેન નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર જેવા ડોક્યૂમેન્ટ્સ પોતાના મોબાઇલમાં સેવ કરીને રાખે છે, એ વિચારીને કે ગમે ત્યારે તેની જરૂર પડી તો સરળતાથી માહિતી મળી શકે. પરંતુ આ નંબર્સને ભૂલીને પણ પોતાના મોબાઈલમાં સેવ કરવાની ભૂલ ન કરવી જોઈએ.

આજકાલ આપણે ઘણા પાસવર્ડ બનાવવા પડે છે અને યાદ પણ રાખવા પડે છે, જે ખૂબ જ મુશ્કેલ કામ હોવાને કારણે ઘણા લોકો સુવિધા માટે આ પાસવર્ડ્સ ફોનમાં સેવ કરી લેતા હોય છે. પરંતુ આ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઓનલાઈન શોપિંગ અને નેટબેંકિંગના પાસવર્ડ તમારે ક્યારેય સેવ કરીને ન રાખવા જોઈએ. મોબાઈલ ચોરી થવાની સ્થિતિમાં ટેક્નોલોજીની સામાન્ય જાણકારી હોય તેવા લોકો પણ આ પાસવર્ડ્સ મિસયુઝ કરી શકે છે.

રોજિંદા જીવનમાં કોઈપણ ફોટો ક્લિક કરવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ તમારે ક્યારેય તમારા ઈંટિમેટ ફોટો કે વીડિયો મોબાઈલ ફોનમાં સેવ કરીને ન રાખવા જોઈએ.

ઘણીવાર લોકો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ફોટો લઈને પોતાના મોબાઈલમાં રાખી લે છે. બન્ને સાઈડની ફોટો હોવાને કારણે કાર્ડ પર લખેલા એક્સપાયરી ડેટ, નામ, cvv નંબર જેવી જાણકારી જે મિસયુઝ કરવા માટે ઉપયોગી છે તે સરળતાથી મળી જાય છે. જો તમારો ફોન કે ડેટા કોઈ એવી વ્યક્તિના હાથમાં પડી જાય કે જે આ જાણકારીનો મિસયુઝ કરી શકતો હોય તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
Recent Story

Popular Story