ડોનાલ્ડ ટ્રમ્પની વહૂને મળ્યું શંકાસ્પદ પાઉડર લાગાવેલ કવર

By : HirenJoshi 11:17 AM, 13 February 2018 | Updated : 11:17 AM, 13 February 2018
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહૂ વેનેસા ટ્રમ્પને સોમવારે એક શંકાસ્પદ કવર મળ્યું હતું. જેમાં શંકાસ્પદ પાઉડર હતો. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે વેનેસાને હોસ્પિટલ મોકલવામાં આવી.

આ કવર ટ્રમ્પના મોટા દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મૈનહેટનના સરનામે મોકલવામાં આવ્યું હતું. વેનેસાને આ પાઉડરથી કોઇ નુકસાન નથી થયું. આ ઘટના બાદ સિક્રેટ સર્વિસ કવરની તપાસ કરી રહી છે.

વેનેસાને મળેલા કવર પર પાઉડર લાગેલો હોવાની જાણકારી વેનેસાની સુરક્ષામાં લાગેલી સિક્રેટ સર્વિસ સજાગ થઇ ગઇ હતી. વેનેસા સાથે તે સમયે હાજર બે લોકોને પણ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જો કે સફેદ પાઉડર ખતરનાક સાબિત નથી થયો.Recent Story

Popular Story