પ્રેમથી જીતાશે ડ્રેગન ! ભારતે ડોકલામથી સેના હટાવવાનો લીધો નિર્ણય

By : KiranMehta 11:20 PM, 12 October 2017 | Updated : 11:20 PM, 12 October 2017
ચાલાક ચીનને જવાબ આપવાની રણનીતિ તૈયાર કરતા ભારતે એક મહત્વનો ફેંસલો લીધો છે. ભારતે ડોકલામ અને તેની આસપાસના વિસ્તારોમાંથી સેના હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રી નિર્મલા સિતારમણની સિક્કિમ-નાથુલા મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે. ડોકલામ વિવાદનો અંત આવી જતા ભારત ખૂબ હકારાત્મક વલણ સાથે આગળ વધી રહ્યું છે.  

રક્ષા મંત્રી પદે નિર્મલા સીતરણના આવ્યા બાદ ભારતે તેની કુટનિતીમાં મોટા બદલાવો કર્યા છે. જે ચીન ડોકલામને લઈને ભરત સામે ઘુરકિયા કરતું રહેતું એ ચીન હવે નિર્મલા સીતારમણ પર આફરીન છે. સીતામરણની મૈત્રિપૂર્ણ ચેષ્ટાએ ચીનના વલણમાં ધરમૂળથી ફેરફાર થયા છે. ચીની મીડિયા પણ હવે સીતારમણના ગુણગાન ગાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે વધુ એક એવો નિર્ણય કર્યો છે, જે બંને દેશોના સંબંધોને નવા આયામે મૂકી છે. ભારતે ડોકલામ સરહદેથી સેના હટાવવાનો નિર્ણય કર્યો છે. ડોકલામ અને આસપાસના વિસ્તારોમાંથી સેના હટાવવાનો નિર્ણય કર્યો છે.  

નાથુલામાં રક્ષામંત્રીની ચીની સૈનિકોની મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રાલયે શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. ચીનના  વિદેશમંત્રાલયના પ્રવ~તા હુઆ ચુનયિંગે કહ્યું કે, "ચીન-યૂકે 1980ની ઐતિહાસિક સમજૂતી અંતર્ગત ભારત-ચીનની સરહદો નક્કી કરાઈ હતી. આ વાતનો સૌથી મોટો સાક્ષી નાથુલા પાસ છે. અમે ઐતિહાસિક સમજૂતી અને બંને દેશો વચ્ચે થયેલા કરારો પ્રમાણે સરહદ પર શાંતિ માટે તૈયાર છીએ. - હુઆ ચિનયિંગે, પ્રવક્તા, ચીન વિદેશમંત્રાલય 
 
ઉલ્લેખનીય છે કે ડોકલામમાં સડકમાર્ગ બનાવવા મુદ્દે ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયો હતો. ચીની સૈનિકોએ ડોકલામમાં અડ્ડો જમાવતા ભારતીય સૈનિકોએ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ લગભગ 78 દિવસ સુધી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહી હતી. હાલમાં જ ચીને ત્યાંથી પોતાની સેના હટાવી લીધી હતી. ત્યારે હવે ભારત આ સમગ્ર વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસો કરી રહ્યું છે, ભારતે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે ચીન સાથે કોઈ પણ વિવાદને લઈને કુટનૈતિક ઉકેલ જ ઈચ્છે છે. આથી ભારત હવે આ વિસ્તારમાં સેનાની મદદથી નહીં પરંતુ વિકાસની મદદથી પકડ મેળવવાનો પ્રયાસ કરશે.Recent Story

Popular Story