મોલ કે રેસ્ટોરામાં પબ્લિક HAND DRYERS ના કરશો ઉપયોગ

By : krupamehta 06:01 PM, 11 October 2017 | Updated : 06:01 PM, 11 October 2017
તમે નાના હોય કે મોટા હોય પણ જમતા પહેલા  હાથ અચુકથી લોકો ધોતા જ હશે. હકીકતમાં હાથ થોવું એક યોગ્ય બાબત છે. કારણ કે વૈજ્ઞાનિકો અનુમાન લગાવે છે કે મોટાભાગનો ચેપ હાથથી પ્રસરે છે, પરંતુ હાથ ધોયા બાદ તમને સુકાવવા પણ જોઇએ. જ્યારે તમે ઘરે હોવ ત્યારે રૂમાલનો ઉપયોગ કરો છો, પરંતુ રેસ્ટોરંટ કે મોલમાં હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કરતા હશો. પરંતુ એનો ઉપયોગ કરતાં જાણી લો કેટલીક વાતો. 

એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે ગરમ હવાની થપાટો ઇનક્યૂબેટર છે અને જીવાણુ તથા રોગચાળો ફેલાવનારી છે. આપનાં હાથ ધોયા બાદ પણ આપનાં હાથ પર કેટલાક બૅક્ટીરિયા રહે છે. જ્યારે આપ એક ટિશ્યુથી પોતાનાં હાથ લૂછો છો, ત્યારે કેટલાક રોગાણુ ટિશ્યુ પર ચોંટી જાય છે કે જે પછી ડસ્ટબિનમાં જાય છે, પણ એક હેન્ડ ડ્રાયરથી કીટાણું હવામાં જાય છે અને હેન્ડ ડ્રાયર પર પણ ચોંટી જાય છે. જ્યારે બીજી વ્યક્તિ હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કરે છે, ત્યારે તે રોગાણુને પોતાના હાથમાં સ્થાનાંતરિત કરી લે છે. શોધકર્તાઓ મેળવ્યું તે ઍર ડ્રાયરની આજુાજુ હવામાં બૅક્ટીરિયાની સંખ્યા નિયમિત હવાની સરખામણીમાં 4થી 5 ગણી વધુ હતી અને ટિશ્યુની ચારે બાજુ હવાની સરખામણીમાં 27 ગણી વધુ હતી.

તમારા હાથને સાફ રાખવાની સૌથી સારી રીત છે કે તમે સાબુ અને પાણીથી ધોવો અને તેને સુકાવવા માટે પેપર નેપકિનનો ઉપયોગ કરો. જોકે તબીબોનું કહેવું છે કે જો આપની પાસે સાબુ કે પાણી નથી, તો બીજો સૌથી સારો વિકલ્પ એક હેન્ડ સેનીટેઝરનો ઉપયોગ કરવો છે કે જેમાં 60 ટકા આલ્કોહલ હોય છે. તેનાથી ગંદકી અને જામેલી વસ્તુઓથી છુટકારો જ નથી પામી શકાતો, પણ આ સંપૂર્ણપણે કીટાણુઓને ખતમ કરી શકે છે.Recent Story

Popular Story