કિન્નર પાસે આ વસ્તુ માંગશો તો થઇ જશો માલામાલ

By : kavan 06:53 PM, 11 October 2017 | Updated : 06:53 PM, 11 October 2017
દિવાળીના દિવસોમાં માં લક્ષ્મી અને ભગવાન ગણેશનું ખાસ મહત્વ રહેલુ છે. આ દિવસોમાં જો કિન્નરની મહેરબાની થઇ જાય તો તમામ પ્રકારની સુખ-સંપત્તિમાં ભરપુર વધારો થાય છે. એમ કહેવાય છે કે દિવાળીના દિવસોમાં જો કિન્નર સામે મળી જાય તો અમુક વસ્તુ ખાસ માંગવાથી તે ચોક્કસ તમને મળે છે. પરંતુ આ વસ્તુ તેની મંજુરી મળે તો જ ધાર્યુ પરીણામ આવે છે. 

કિન્નર પાસેથી જો રૂપિયાનો સિક્કો મળે તો તે સિક્કાને માથે લગાવીને તેને પોતાના ઘરની તીજોરીમાં રાખવાથી ખુબ ધનની પ્રાપ્તિ થાય છે.
આ સાથે કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. 

- દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પુજન કરીને ઘરના દરેક ઓરડામાં શંખનાદ અને ઘંટડી વગાડવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થશે.

- દિવાળીના દિવસે જે સાધન દ્વારા કમાણી થતી હોય તેનું પુજન કરવુ પણ લાભદાયી છે.

- દિવાળીના દિવસે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવાથી દરેક પ્રકારના સંકટ દુર થાય છે.
આમ, તમામ પ્રકારના દુ:ખનું નિરાકરણ લાવવા આ તમામ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.Recent Story

Popular Story