UP ના ઉપમુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ: લાંચ લો પણ દાળમાં મીઠું નાખ્યું હોય તેટલી

By : kavan 02:20 PM, 13 September 2017 | Updated : 02:57 PM, 13 September 2017

ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના હરદોઇમાં કેશવ પ્રસાદ મૌર્યએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે. અધિકારીઓએ લાંચ લેવી જોઇએ પરંતુ દાળમાં મીઠુ નાખ્યું હોય તેવી રીતે.

તેમના નિવેદનથી એવું લાગે છે કે કેશવ પ્રસાદ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. જો કે આ સાથે જ મૌર્યએ કહ્યું કે જનતાને લૂંટનારાઓને માફ કરવામાં નહીં આવે. કેદ્રથી લઇને પ્રદેશ સરકાર ભ્રષ્ટાચારનો અંત લાવવાનો દાવો કરતી હોય. પરંતુ યૂપીના ડેપ્યુટી સીએમ અધિકારીઓને દાળમાં મીઠું નાખવામાં આવે તેટલી લાંચ લેવાની છૂટ આપતા હોય તેવુ જણાવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ ભ્રસ્ટાચારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે યોગી સરકારના ના નાયબ મુખ્યમંત્રીના આવા ભાષણને લીધે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
Recent Story

Popular Story