રાપર બેઠક પરથી ચૂંટણી લડવા માટે સાધુ સમાજ દ્વારા ટિકિટની કરાઇ માંગ

By : HirenJoshi 05:52 PM, 11 November 2017 | Updated : 05:52 PM, 11 November 2017
કચ્છઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે સાધુ સંતો દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કચ્છની રાપર હેઠક પરથી મહંત દેવનાથ બાપુએ ભાજપમાંથી ટિકિટની માંગ કરી છે. મહત્વનુ છે કે દેવનાથા બાપુ છેલ્લા 12 વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે.

ત્યારે હવે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યો બાદ સાધુ સમાજ દ્વારા દેવનાથ બાપુને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી. આ મામલે ભુજ ખાતે સાધુ સમાજ દ્વારા પ્રેસ કોંફરેન્સ યોજવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદ કરીને સાધુ સમાજ દ્વારા ભાજપ તરફથી દેવનાથ બાપુને ટિકિટની માંગ કરવામાં આવી. મહત્વનુ છે કે ભાજપ દ્વારા યૂપીમાં યોગી આદિત્યનાથને ભાજપ તરફથી તક આપવામાં આવી છે. તેવી જ દેવનાથ બાપુને ટિકિટ આપવા માટે સાધુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. 

સાધુ સમજે દાવો પણ કર્યો છે કે ભાજપ તરફથી દેવનાથ બાપુને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ ચોક્કસ વિજયી થશે. Recent Story

Popular Story