કેજરીવાલની કાર ચોરી : દિલ્હી સચિવાલય સામે ગુમ થયું "વાહન"

By : krutarth 07:21 PM, 12 October 2017 | Updated : 07:21 PM, 12 October 2017
નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખુબ જ ચર્ચિત લીલી કાર ચોરી થઇ ગઇ છે. કાર દિલ્હી સચિવાલયની સામે ઉભી હતી જ્યાંથી ચોરી કરી લેવામાં આવી હતી. કેજરીવાલ આ ગાડી થકી પણ ઘણા પ્રખ્યાત હતા તેઓ આને આમ આદમીની કાર ગણાવતા હતા. પોલીસ હવે કાર શોધી રહી છે. દેશની રાજધાની દિલ્હીનાં મુખ્યમંત્રીની કાર અને તે પણ સચિવાલયની સામેથી ચોરી થાય તે એક ખુબ જ ચોંકાવનારી ઘટના છે. 

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીલી વેગનઆ કાર ગુરૂવારે દિલ્હીનાં સચિવાલયનાં પાર્કિગમાંથી ચોરી થઇ ગઇ હતી. આ કાર કેજરીવાલની ઓળખ સમી હતી. બપોરનાં સમયે આશરે બે વાગ્યે કેજરીવાલ પાર્કિંગમાં ગયા તો ત્યાંથી કાર ગાયબ થઇ ગઇ હતી. તેમણે કારને આસપાસ શોધવાનો પ્રયાસ કર્યો અને ન મળી તો કાર ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. 

ડીસીપીનાં અનુસાર કાર ચોરી થયા અંગેની તેમને ફરિયાદ મળી છે, જેનાં આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુત્રો અનુસાર આસપાસનાં સીસીટીવી કેમેરા દ્વારા સામે આવ્યું કે એક વ્યક્તિ કાર લઇ જતો જોઇ શકાય છે. પોલીસ તે વ્યક્તિની ઓળખ કરવા માટેનાં પ્રયાસો કરી રહી છે. હજી સુધી પોલીસ આ મુદ્દે અંધારમાં ફાંફા મારી રહી છે. અત્રે ઉલ્લેખીય છે કે આ કાર હાલમાં આફનાં મીડિયા કોઓર્ડિનેટર વંદના સિંહ ચલાવતા હતા. પોલીસ કારને શોધી રહી છે. Recent Story

Popular Story