20 ધારાસભ્ય મુદ્દે રાષ્ટ્રપતિને રજૂઆત કરશે આમ આદમી પાર્ટી

By : kavan 08:28 AM, 21 January 2018 | Updated : 08:28 AM, 21 January 2018
દિલ્હી:આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા છે.ત્યારે અકળાયેલી આમ આદમી પાર્ટીએ ભાજપ સામે મોર્ચો ખોલી લીધો છે.એક તરફ પાર્ટીના પ્રવ~તા ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવી રહ્યા છે,તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે.  

પાર્ટી પર આવી પડેલી આફત માટે અરવિંદ કેજરીવાલે એક બેઠક બોલાવી હતી.જે બાદ નિર્ણય લેવાયો છે કે પાર્ટી આ મુદ્દે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરશે.દિલ્લીના ગૃહમંત્રી મનિષ સિસોદિયાએ આ મુદ્દે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા.

તેમણે કહ્યું કે ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારના  પુરાવા વિના આ પગલું લીધું છે.વધુમાં તેમણે કહ્યું કે કેદ્રની મોદી સરકાર દિલ્લી સરકારના કાર્યોથી ઈર્ષ્યા અનુભવી રહી છે,એટલે જ દિલ્લી સરકારના ઉથલાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અમે રાષ્ટ્રપતિને જણાવશું કે અમારા ધારાસભ્યો પાસે કોઈ સાબિતી માગવામાં નહોતી આવી એમ જણાવી સિસોદિયાએ ઉમેર્યુ હતું કે આ રીતની જો ભલામણ કરવામાં આવી હોય તો તે ગેરબંધારણીય છે.

અમને અમારી કેફિયત રજૂ કરવા તક નહોતી અપાઈ. અમે રાષ્ટ્રપતિને અપીલ કરશું કે તેઓ અમારી વાત સાંભળે. સિસોદિયાએ એવી વેધક ટકોર કરી હતી કે આપ સરકારના આવવાથી દિલ્હીમાં અનેક બેઈમાન લોકોની દુકાન બંધ થઈ ચૂકી છે. Recent Story

Popular Story